દાહોદ જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને દે.બારીયા તાલુકાના મોટી ખજુરી, વાંદર અને જબુસર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ કરાવ્યો

દાહોદ, સાગર કડકિયા :-

રાજ્યભર માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ નો શુભારંભ થયો છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી, વાંદર અને જબુસર પ્રાથમિક શાળાઓ ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ બાળકોને અભ્યાસની કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા.

/ જિલ્લા કલેક્ટર શ્રી હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ ક્ષેત્રે અભિરુચિ કેળવી ભણી ગણી આગળ વધવાની અને શાળાનું નામ રોશન કરવાની પ્રેરણા આપી હતી, શાળા પ્રવેશોત્સવ ને આનંદના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, તેમજ કલેક્ટરશ્રી સહિત અધિકારીશ્રીઓ દ્વારા શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા.

• આ અવસરે દાહોદ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ સી.આર.સી. કો.ઓડીનેટર ગામના સરપંચશ્રીઓ ગામના આગેવાનો ગામજનો વાલીઓ તેમજ બાળકો અને સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here