નર્મદા જીલ્લાના કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા

દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાના ખેતર બાજુમાં કલાત્મક પ્રતિકૃતિઓ મળતા પુરાતત્વ વિભાગને જાણ કરાઇ

શિલાસતંભો ઉપર સંવંત 1451 લખેલુ નજરે પડતા અવશેષો બદીઓને પુરાણા હોવાની સાબિતી

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

     નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે થી છ સદીઓથી પણ પુરાણા સ્થાપત્ય કલાના શિલાસતંભોના અવશેષો મળી આવ્યા હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ જાણકારી પ્રદાન કરી છે.

   રાજ્ય સરકારના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ પોતાના સોશીયલ મિડીયામાં ફેસબુક ઉપર માહિતી પ્રદાન કરતા જણાવેલ છે કે તેઓના ખેતર કે જે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે આવેલ છે તેની નજીકથી  સવંત ૧૪૫૧ વર્ષ લખેલા પુરાણાં ત્રણ શિલાસ્થંભ આવેલ છે જે છ સદીઓથી પણ પુરાણા છે. જેમાં “વસાવા કાનુપાલ કલા વિવાહ” જેવું છિછરૂ વંચાણ  દેખાય છે.  આવા ૩ સ્થંભ છે જેમા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાય છે.

સ્થંભ ૧ ઉપર ઘોડેસવાર છે તેની નીચે આદિવાસી પહેરવેશમાં તલવાર અને ઢાલ સાથે ત્રણ યુવાનો ઉભા છે..

સ્થંભ ૨ ઉપર એક જંગલી જાનવર માણસ ઉપર હુમલો કરતા ઘોડેસવારએ જંગલી જાનવરને ભાલાથી મારી તે માણસને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેની નીચે આદિવાસી પહેરવેશમાંત્રણ યુવતીઓ ઉભી છે. ઉપરના ભાગમાં સુરજ અને તિથિ પ્રમાણે ચંદ્ર ની પ્રતિકૃતિ દેખાય છે.

સ્થંભ ૩ જે ખંડિત થયેલ છે તેમાં ઘોડેસવાર અને નીચેના ભાગમાં ગાય અને વાછરડાની પ્રતિકૃતિ છે.

દરેક શિલાસ્થંભનું  પોતાનુ મહત્વ હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ ફેસબુક ઉપર  અનુમાન લગાવી વર્ણન કર્યું છે. આ શિલાસ્થંભની જાણ પુરાતત્વ વિભાગને પત્ર દ્વારા પૂર્વ વનમંત્રી એ કરેલ છે.

નર્મદા જીલ્લો આદિવાસી બહુમતી ધરાવતો ઐતિહાસિક ધટનાઓની સાક્ષી રુપ હોયને આ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો અવશેષો મળી આવતા પુરાતત્વ વિભાગ હવે તપાસ કરી સત્ય અને ઐતિહાસિક મહત્વને વધુ ઉજાગર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here