દાહોદ : ટુંકીવજુમા વરસાદના કારણે ધરાશાઈ થયેલા મકાનના માલિકને તંત્ર દ્વારા આર્થિક સહાયરૂપે ચેક આપવામાં આવ્યો

ગરબાડા, (દાહોદ) સાગર કડકિયા :-

ગરબાડા તાલુકાના ટુંકીવજુના રોજી ફળિયામાં ભારે વરસાદના કારણે એક કાચું મકાન ધરાશાઈ થયું હતું. ઘર ધરાશાઈ થતા તે પરિવારને વૈકલ્પિક રીતે રહેવા અને જમવાની વ્યવસ્થા તાલુકા સભ્યોના ઘરે કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી પંચકેસ કરી કરવામા આવ્યો હતો અને સરકારની યોજના મુજબ લાભ મળે તે માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં આજે ગરબાડા તાલુકા પંચાયત દ્વારા ટુંકીવજુના સરપંચ ભાનુપ્રસાદ ગોહીલ તેમજ AT-TD0 મહેશ પટેલ, તલાટી અંજલીબેનના હસ્તે લાભાર્થી ગોહીલ વીરસિંહભાઈને આર્થિક સહાયરૂપે હૈં 5200 નો ચેક તંત્ર દ્વારા આપવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here