દરબાર રોડ જુના પોલીસ સ્ટેશન પાસે કરિયાણાની દુકાન ચલાવતા માલીવાડના રહીશનું મોત થતાં સમાજ સહિત વેપારી મંડળમાં શોક નો માહોલ
ગઇકાલે જ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યાના ગણતરીના કલાકોમાં જ મોત નિપજ્તા નગરજનોમાં ભારે ફફડાટ
રાજપીપળા અનાજ કરિયાણા મંડળના મંત્રી સનતભાઇ સોમાભાઈ માલીનું આજ રોજ કોવિડ 19 ની બિમારીમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાના ગણતરીના કલાકોમાં જ મોત નિપજ્તા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા અનાજ કરિયાણા મંડળના મંત્રી સનતભાઇ સોમાભાઈ માલી રહે.માલીવાડ રાજપીપળા નાચ દરબાર રોડ ઉપર જુના પોલીસ સ્ટેશન પાસે કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેઓનો કોરોના ટેસ્ટીંગ સેમ્પલ લેવામાં આવતા ગતરોજ સાંજે પાંચ વાગ્યે તેઓને સત્તાવાર રીતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ દર્દી તરીકે જાહેર કરેલ હતાં. સારવાર માટે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓનુ સારવાર દરમ્યાન ગણતરીના કલાકો માજ મોત નિપજ્યું હતું.
નગરના વેપારીનું કોરોનાની મહામારીમાં મોત નિપજ્યાનો આ પ્રથમ જ બનાવ હોય વેપારી મંડળો સહિત માલી સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી.
જોકે સાથો સાથ તેઓની દુકાનેથી ખરીદી કરતા ગ્રાહકો સહિત તેમના નિયમિત સંપર્કમાં આવાત લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
કોરોનામાં નર્મદા જિલ્લામાં અનેક લોકો મોતને ભેટ્યા છે પરંતુ જીલ્લા આરોગ્ય વિભાગ રાજપીપળા સરકારી દવાખાનુ કે જેની અંડરમાં કોરોના હોસ્પિટલનું સંચાલન થાય છે તેઓના અંક ગણિત કાચા હોય ને મોતના આંકડા પ્રકાશિત કરવામાં ગભરાટ અનુભવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં આજસુધી માત્ર એક જ મોત કોરોના પોઝિટિવ તરીકે સરકારી રેકર્ડ ઉપર નોધાયેલ છે.
નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા સનતભાઇ સોમાભાઈ માલી કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા તેઓના કેસમાં આરોગ્ય વિભાગ દ્વારા મોતનું કારણ શુ બતાવવામા આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે.
કોરોનામાં સ્વાચ્છોશ્વાસની તકલીફ માપવાનું સાધન એટલે પલ્સ ઓકસિમીટર: