કેરળ: કોઝીકોડ ખાતે એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાન રનવે પરથી લપસી પડતા ક્રેશ થયું

તસ્વીર સોશ્યલ મીડિયા સાઇટ પરથી

દુબઈથી કેરળના કોઝીકોડ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહ્યું હતું તે દરમ્યાન રન વે પર ક્રેશ થયું, કુલ 184 યાત્રીઓ સવાર હતા, બચાવ કામગીરી જારી.

2 પેસેન્જરની મરવાની આશંકા

જ્યારે કેટલાક પેસેન્જર ઇજાગ્રસ્ત થયા

શુક્રવારે ભારે વરસાદ વચ્ચે દુબઈથી આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ કેરળના કોઝીકોડના કરીપૂર એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહ્યું હતું તે દરમ્યાન રન વે પરથી લપસી પડતા ક્રેશ થયું.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય મુજબ:
એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાન દુબઇથી કાલિકટ ઓવરશોટ રનવે માટે કોઝિકોડ ખાતે આજે રાત્રે 19:41 કલાકે ઉતરતા સમયે કોઈ આગજનીની જાણ નથી થઈ, વિમાનમાં 174 મુસાફરો, 10 શિશુઓ, 2 પાઇલટ્સ અને 5 કેબીન ક્રૂ છે, કુલ 191 જણ.

જ્યારે કેટલાક મહાનુભાવોએ માઇક્રોબ્લોગીંગ સોશ્યલ મીડિયા સાઇટ ટ્વીટર પર ટ્વીટ કરીને આ દુઃખદ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું.

ગૃહમંત્રી અમિત શાહ
કેરળના કોઝિકોડમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનના દુ:ખદ અકસ્માત વિશે જાણીને વ્યથિત છુ. એનડીઆરએફને સ્થળ પર વહેલી તકે પહોંચવાની અને બચાવ કામગીરીમાં મદદ કરવા સૂચના આપી છે.

રક્ષામંત્રી રાજનાથસિંગ
કેરળનાં કોઝિકોડનાં વિનાશક સમાચાર, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અનેક મુસાફરોને લઇ જતા અકસ્માતને કારણે જીવ ગુમાવવાથી હું ખૂબ જ વ્યથિત છું. આ દુ:ખની ઘડીમાં મારા પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઈજાગ્રસ્તોની ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું

રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા
કોઝિકોડમાં વિમાન દુર્ઘટનાના વિનાશક સમાચારને કારણે મને આંચકો લાગ્યો છે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મિત્રો અને પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરું છુ. ઇજાગ્રસ્તોની ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here