બનાસકાંઠા જિલ્લામાં કોરોના દરમ્યાન ધો.૧૦-૧૨ ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું પણ…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ધો.૧૦-૧૨ ના રીપીટ અને અેક્ષટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન અપાતા આવેદનપત્ર અપાયુ

બનાસકાંઠા જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ ના રીપીટર વિદ્યાર્થીઓએ આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બોર્ડની પરીક્ષાઓ યોજવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે અને એક્સટર્નલ અને રિપિટર વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવામાં ન આવતા આ વિદ્યાર્થીઓ દ્વારા આજે બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર આપી તેઓને પણ માસ પ્રમોશન આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાઅે ઘાતક સ્વરૂપ લેતાં ફરીથી મીની લોક ડાઉન કરવાની પણ સરકારને ફરજ પડી હતી. આથી સરકારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું હતું. પરંતુ અેક્ષટર્નલ અને રિપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન અપાતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આજે રીપીટર વિદ્યાર્થીઓઅે તેમના આરોગ્યની જવાબદારી કોની તેવા સવાલો વચ્ચે બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર આપી તેમને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here