દાહોદ જિલ્લામાં અલગ અલગ બે માર્ગ અકસ્માતોમાં બે યુવકોના મોત નીપજ્યા….

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ અકસ્માતના બે બનાવ બન્યા હતા.આ અકસ્માતોમાં બે વ્યકિતના નીપજતા પોલીસ ફરિયાદો નોંધાવાઈ છે. દાહોદ જિલ્લામાં અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ગતરાતે સુમારે દાહોદ આઈ.ટી.આઈ નજીક રોડ પર બન્યો હતો. જેમાં એક એસટી બસના ચાલક તેના કબજાની જીજે-18 ઝેડ-5411 નંબરની એસટી બસ પુરઝડપે હંકારી જતો હતો.ત્યારે છાપરી સ્કુલ ફળિયામાં રહેતા જસવંતભાઈ વાલસીંગભાઈ કિશોરીના કાકાના છોકરા 29 વર્ષીય સંજયભાઈ કાળુભાઈ કિશોરીના મોપેડને અડફેટે લીધુ હતુ.જેમાં સંજયભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે એસ.ટી.બસનો ચાલક એસટી બસ લઈને નાસી ગયો હતો. આ સંબંધે છાપરી ગામના મરણજનારના કાકા જસવંતભાઈ વાલસીંગભાઈ કિશોરીએ નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ બી ડીવીઝન પોલીસે બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટીઅરીંગ પરનો કાબુ ગુમાવતા મોત
ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના તેતરીયા ગામે તેતરીયાથી ચાલકીયા તરફ જતાં રોડ પર બપોરના સમયે બન્યો હતો. જેમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢ ગામે નહેરૂ રોડ પર રહેતા અંકીતભાઈ પવનભાઈ ચોકલીયા પોતાના કબજાની આર.જે. 03 એસ.એચ-7821 નંબરની મોટર સાયકલ ગફલત ભરી રીતે હંકારી જતો હતો.ત્યારે ચાકલીયા જતા રોડ પર મોટર સાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાયકલ રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં મોટર અંકીતભાઈ ચોકલીયાને માથામા, હાથે પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે બાંસવાડા જિલ્લાના કુશલગઢ ગામના સુનીલભાઈ લક્ષ્મણભાઈ બારોડીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ચાકલીયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here