સાંસદ અને ધારાસભ્યે એક બીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવવાનો સીલસીલો ચુંટણીઓ પહેલા જ શરુ થયો
આશિક પઠાણ(રાજપીપળા)
બન્ને નેતાઓની એકબીજાને જાહેરમાં ચર્ચા કરવાની હાંકલ, છોટુભાઈ વસાવાની જાહેરમાં ચર્ચાની ચેલેન્જ સાંસદ દ્વારા સ્વિકાર થતાં શુ જાહેરમાં ચર્ચા થશે ખરી ?? અટકળોનો દોર શરુ

ભરુચ લોકસભાના બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવા અને BTP આગેવાન તેમજ ઝધડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની વચ્ચે વાર વિવાદો લાંબા સમયથી ચાલતા આવ્યા છે ત્યારે બન્ને આદિવાસી નેતાઓ વચ્ચે સોશીયલ મિડીયામાં વાદવિવાદ ખુબજ વકરતો હોવાનું જાણવા મળ્યું છે.
મનસુખભાઈ વસાવાનો BTP સરકારી જમીનો પચાવી પાડે છે એવો આક્ષેપ કરી રહયા છે ત્યારે સામે પક્ષે છોટુભાઈ વસાવા આ આક્ષેપના મામલે CBI ટીમની રચના કરી મનસુખભાઈએ તપાસ કરાવવી જોઈએ એવો ઘટસ્ફોટ કરી વળતો જવાબ પણ આપી રહ્યા છે.
ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા અને આદિવાસી આગેવાન તેમજ BTP અગ્રણી અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાને જાહેરમાં ચર્ચા કરવાની ખુલ્લી ચેલેન્જ આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.
ભરૂચ લોકસભાની ચૂંટણી બનને રાજકીય નેતાઓ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવા સામસામે લડે છે એ વખતે પણ જેવું વાતાવરણ નથી બનતુ તેવું વાતાવરણ હાલ સોશીયલ મિડીયામાં તેઓ વચ્ચેની ખુલ્લી ચેલેન્જથી બની રહયું છે.
સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને BTP સરકારી જમીનો પચાવી પાડે છે એવાં આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. તો સામે છોટુભાઈ વસાવાએ પણ મનસુખભાઈને વળતો જવાબ આપ્યો હતો કે મનસુખભાઈએ છુપાઈને નિવેદન-રજૂઆતો કરવાની જગ્યાએ જાહેરમાં ચર્ચા કરવી જોઈએ.
ગુજરાત સરકારે ગૌચરો સહિત સરકારી પડતર જમીનો અને સહકારી મંડળીઓના તાબા હેઠળની જમીનો જે તે મંત્રીઓનાં મેળાપીપણાથી કરવામાં આવી છે એની CBI ટીમની રચના કરી મનસુખભાઈએ તપાસ કરાવવી જોઈએ. ઝઘડિયાની જ 700 એકરની ગૌચર જમીનમાં દબાણ ભાજપ સાંસદ ખુલ્લું કરાવેનું ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ સોશીયલ મિડીયામાં વાયરલ કરી જણાવ્યું હતું, સાથોસાથ આદિવાસીઓના હિતની વાત કરાય છે ત્યારે અનુસુચિ 5 અંગે પણ મનસુખભાઈ વસાવાને પોતાનો મત સ્પષ્ટ કરવાની હાંકલ કરી હતી અને જાહેરમાં ચર્ચા કરવાનુ નિમંત્રણ આપ્યું હતું.
છોટુભાઈ વસાવાની ખુલ્લામાં ચર્ચા કરવાની ચેલેન્જ મનસુખભાઈ વસાવાએ સ્વીકારી છે. મનસુખભાઈએ છોટુભાઈ વસાવાને એક પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, “હું 27/07/2020 નાં રોજ ભરૂચ કલેકટર કચેરી, ભરૂચ જિલ્લા પંચાયત પટાંગણ, APMC ઝઘડિયા હોલ અથવા વાલિયા તાલુકાનાં કોઈ પણ સ્થળમાંથી કોઈ પણ સ્થળે તમે કહેશો ત્યાં હું ખુલ્લામાં ચર્ચા કરવા તૈયાર છું. હું સમયસર 12 વાગ્યે તમે કહેશો ત્યાં આવી જઈશ તમે હાજર રહેજો.
આમ સાંસદ મનસુખભાઈ વસાવાએ છોટુભાઈ વસાવાની ચેલેન્જનો સ્વિકાર કર્યો છે હવે સોની નજર મનસુખભાઈ વસાવાનાં આમંત્રણ બાદ છોટુભાઈ વસાવા જાહેરમાં ચર્ચા કરવા આવે છે કે કેમ એના ઉપર મંડાઇ છે.