પંચમહાલ જિલ્લાના ખેડૂતો જોગ,લઘુતમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી,જુવાર,રાગી અને મકાઇની ખરીદીના સમયમર્યાદામાં વધારો કરાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકારશ્રી દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી,જુવાર,રાગી અને મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.મારફતે કરવામાં આવી રહેલ છે જેનો જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા.૧૫/૦૬/૨૦૨૩ સુધી નિયત કરવામાં આવેલ હતો, જેમાં વધારો કરી ખરીદીનો સમયગાળો તા.૧૫/૦૭/૨૦૨૩ સુધી નિયત કરવામાં આવેલ છે. જેની પંચમહાલ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા વિનંતી છે.
વધુમાં, સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્ર/ગોડાઉનો પર લઘુતમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી તા.૧૪/૦૬/૨૦૨૩થી અન્ય સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે.પરિસ્થિતિ અનુકુળ થયેથી નિયત પ્રણાલી અનુસાર ટેકાના ભાવે ખરીદી રાબેતા મુજબ શરુ કરવામાં આવશે તેમ નાયબ જિલ્લા મેનેજરશ્રી ગુ.રા.ના.પુ.નિ.લી. પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here