શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી (મીડિયા સેલ) તરીકે સિદ્ધપુરના ધ્રુવભાઈ દવેની નિમણૂક કરવામાં આવી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સિદ્ધપુરએ સિદ્ધોની ભૂમિ છે અને આ ભૂમિ પર રહીને સામાજિક સેવા કરવાનો અવસર દરેકના નસીબમાં નથી હોતો.
સિદ્ધપુર શહેરમાં રહેતા પત્રકાર શ્રી ધ્રુવભાઈ દવેની શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પ્રદેશમાં સંગઠન મંત્રી(મીડિયા સેલ) તરીકે વરણી કરવામાં આવતા ધ્રુવભાઈ દવેના મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રુવ દવે આ 26 ડિસેમ્બર થી બે વર્ષ સુધી આ હોદ્દા પર રહી સમાજની સેવા કરશે. વધુમાં ધ્રુવભાઈ એ વાત કરતા જણાવ્યું કે પોતે આ સંગઠનના જવાબદારી પૂર્વક સોંપવામાં આવેલ જવાબદારનું વહન દરેક લોકોને સાથે રાખીને કરશે અને પોતે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે. મિત્ર ધ્રુવભાઈની વરણીને સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર વધાવે છે અને ભાઈશ્રી ધ્રુવ દવે ઉત્તરોઉતર પ્રગતિ કરી સમાજનું કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુરના અલ્પેશ સોલંકીએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here