દાહોદ નગર પાલિકા અને સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપની દ્વારા હુન્નર ગૃપના સહયોગથી સાડી વોક-એ-થોન નું આયોજન કરવામાં આવ્યું

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ શહેરમાં દાહોદ નગર પાલિકા અને દાહોદ સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપની દ્વારા હુન્નર ગૃપના સહયોગથી દાહોદ સાડી વોક-એ-થોન નું આયોજન કરવામાં આવ્યું હતુ, આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં દાહોદ શહેરની બહેનોએ વિવિધ સ્ટાઈલ ની સાડીઓ પહેરી ગ્રુપમાં જાડાઈ હતી.

મહિલાઓ ના આ ગ્રુપે વિશેષ આકર્ષણ નું કેન્દ્ર જમાવ્યું હતુ, જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સુધીર ભાઈ લાલપુરવાલા અને નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગઈ કાલે 1 જુલાઈ ના રોજ શહેર ના સૈફી હોસ્પિટલ ની સામેના ગેટ થી એન્ટ્રી થઈ હતી, ગૃપ થીમમાં બહેનોએ વિવિધ સ્ટાઈલ માં સાડીઓ પહેરી હતી : જેમાં ગુજરાતી, બેંગોલી, સાઉથ ઈન્ડિયન, મરાઠી વિગેરે સ્ટાઈલ માં બહેનોએ સાડીઓ પહેરી વિશેષ આકર્ષણ જમાવ્યું હતું : બહેનો નું આ ગ્રુપ દાહોદ નગર માં બની રહેલ નવીન છાબ તળાવ પર પહોંચ્યું હતુ, આ સાડી વોકેથોન કાર્યક્રમ માં દાહોદ શહેરની મોટી સંખ્યામાં બહેનો જેડાઈ : બેસ્ટ પાંચ ગ્રુપને ટ્રોફી આપવામાં આવી તેમજ સાડી વોક-એ -થોન માં આવનાર દરેક બહેનો ને સર્ટિફીકેટ પણ આપવામાં આવ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here