મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાનનો આજે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સોશ્યલ બ્લોગીંગ સાઇટ ટ્વીટર તેમને આના બારામાં જાણકારી શેર કારી.

માહિતી શેર કરતા તેમને કહ્યું કે, મારા પ્રિય દેશવાસીઓ, મને COVID19 ના લક્ષણો હતા, પરીક્ષણ પછી મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, હું મારા બધા સાથીઓને અપીલ કરું છું કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યું હોય, તે કોરોના ટેસ્ટ કરાવે તથા મારી નજીકના લોકો પોતાની જાતને કોરોન્ટાઇન કરે.

મુખ્યમંત્રી હાલમાં કોરોન્ટાઇનમાં છે અને #COVID19 ની બધી માર્ગદર્શિકાને અનુસરી રહ્યા છે. ડોકટરોની સલાહ પ્રમાણે કોરોન્ટાઇનમાં રહેશે તેમને રાજ્યના લોકોને સાવચેત રહેવા અપીલ કરી કે થોડી બેદરકારીથી કોરોનાને આમંત્રણ આપવામાં આવે છે. તેમને કોરોનાથી બચવા માટે તમામ પ્રયત્નો કર્યા પરંતુ લોકો ઘણા વિષયો પર મળવાનું થતુ હતું.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વધુ માહિતી શેર કરતા કહ્યું કે COVID19 ની સારવાર સમયસર કરવામાં આવે તો પછી તે વ્યક્તિ સાજો થઈ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોના વાયરસનીની સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું. હું હમણાં શક્ય હોય તો વિડિઓ કોન્ફરન્સિંગ સાથે કોરોનાની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીશ.

તેમની ગેરહાજરીમાં હવેથી આ બેઠક ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, શહેરી વિકાસ અને વહીવટ પ્રધાન ભૂપેન્દ્ર સીંગ, આરોગ્ય મંત્રી વિશ્વાસ સરાંગ અને શિક્ષણ પ્રધાન ડો. પી.આર. ચૌધરી કરશે. હમુખ્યમંત્રી જાતે પણ સારવાર દરમિયાન COVID19 ને અંકુશમાં રાખવા માટેના તમામ પ્રયત્નો ચાલુ રાખીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here