નર્મદા જીલ્લા ભાજપા ઉપપ્રમુખ ઉપર તિલકવાડાના જેતપુરની યુવતીના ગંભીર આરોપ

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

યુવતીના બિભત્સ ફોટો પાડી વિડિયો શુટીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બંધાતા હોવાની યુવતી ની હકીકત

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાશે ખરી ?? કે પછી રાજકીય દબાણ મા ભીનું સંકેલાસે ??

પરિણીત હોવા છતાં આદિવાસી યુવતીને લગ્ન ની લાલચ આપી શારીરિક શોષણ કરાતાં તડવી સમાજ મા ભારે નારાજગી

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના જેતપુર ગામ ની આદિવાસી યુવતી પોતે પરિણીત હોવા છતાં લગન ની લાલચ આપી મોબાઈલ મા બિભત્સ ફોટો પાડી વિડિયો શુટીંગ કરી વાયરલ કરવાની ધમકી આપતા નર્મદા જીલ્લા ભાજપા ને ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલ સામે તડવી સમાજ ની મહિલા ઓ એ મેદાન મા આવી પોલીસ વિભાગ મા ઉચ્ચ અધિકારી ઓ ને રજુઆતો કરી ભાજપા આગેવાન સામે પોલીસ ફરિયાદ નોધાવાની તજવીજ હાથ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જયારે બીજી બાજુ ભોગ બનનાર યુવતી એ તિલકવાડા પોલીસ મથકમાં છ દિવસ થી લેખીત ફરિયાદ કરી છતાં પોલીસ આજદીન સુધી મગ નુ નામ મરી પાડવા તૈયાર નહોય તડવી સમાજ મા ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

બનાવ ની વાત કરીએ તો તિલકવાડા તાલુકા ના જેતપુર ગામ ખાતે રહેતી અને મામલતદાર કચેરી મા નોકરી કરતી 30 વર્ષિય સ્મિતાબેન દિનેશભાઇ તડવી એ ભાજપા ના ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલ રહે.અલવા તા. તિલકવાડા જી.નર્મદા નાઓની ઉપર ગંભીર આરોપ લગાવતા તિલકવાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે હિરેન પટેલે તેણીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સબંધ બાંધ્યા અને શારીરિક સબંધો બાધી તેણીના અંગત પળો ના ફોટો પાડી વિડિયો શુટીંગ કરી બ્લેકમેલ કરવાનાં ઇરાદે ફોટો શુટીંગ કરી ડિલીટ કર્યુ નહોતું .યુવતી એ યુવાન ઉપર પોતાને તેના તરફથી ફોટો વિડીયો સોશીયલ મિડીયા મા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર બ્લેકમેલ કરી તેણી સાથે શારીરિક સંબંધો બંધાતા હોવાનું ગંભીર આરોપ પણ લગાવેલ છે.

ભોગ બનનાર આદિવાસી યુવતી એ યુવાન પરિણીત હોવા છતાં અને બે સંતાનો નો બાપ હોવા છતાં તેણે એ વાત યુવતી થી છુપાવી હતી, યુવતી ને જયારે તેની જાણ થુઇ તો ધરતી પગ તળે થી ખસકી ગઇ હતી, પોતે યુવાન ને યેની સાથે વિશ્રવાસધાત કર્યો હોવાનું જણાવતા યુવાને લીવ ઈન રીલેશનશીપ મા રહેવા જણાવ્યું હતું યુવતી ને યુવાન તરફ થી ધોકો મળતા તેણીએ ધરાર ના પાડતા યુવાન તેણી ને અવારનવાર ફોન કરતો લોભામણી લાલચો આપતો પોયે વગદાર હોય નોકરી અપાવવા નુ કહેતો પરંતુ યુવતી એ યુવાન ને ધરાર ના પાડતા યુવાન યુવતી નો પીછો કરતો અને યુવતી ને હેરાન પરેશાન કરવામા આવતી, યુવતી ને યુવાન દવારા મારવામાં પણ આવી હોવાનું પોલીસ મથકમાં યુવતી એ લેખિતમાં આપેલ ફરિયાદ મા જણાવ્યું છે .

આ સમગ્ર મામલે યુવતી દવારા 19 મી ઓગષ્ટ ના રોજ તિલકવાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હોવા છતા આજદીન સુધી ફરિયાદ દાખલ થઇ નથી જેથી પોલીસ ની કામગીરી સામે પશ્રો ઉભા થઇ રહ્યા છે. ભોગ બનનાર આદિવાસી યુવતી તડવી સમાજ ની હોય તડવી સમાજ મા ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. તડવી સમાજ ની મહિલા આગેવાનો એ આ ભામલે ગતરોજ કેવડીયા કોલોનીના ડી. વાય.એસ.પી. સમક્ષ રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જીલ્લા પોલીસ વડા ને પણ રજુઆત કરવામાં આવસે નુ ચર્ચાસ્પદ બનેલ છે.

આ મામલે મહિલા પિડીત ને ન્યાય ત્યારે જ મળસે જ્યારે મુખ્ય આરોપી હિરેન રાવજીભાઇ પટેલ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાશે. મહિલા ઉતકરષ અને મહિલા કલયાણ સહિત બેટી બચાવો ના નારાઓ જયારે સરકાર દ્વારા પરબળ બનાવવામા આવયા છે તયારે મહિલાઓના સન્માન સાથે ખિલવાડ કરનાર આવા તત્વો ને યોગ્ય નશીહત મળે એ ખુબજ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here