કોલેજના અધ્યાપિકા દિશા પટેલે પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ, વાસદ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (SVIT)ના અધ્યાપીકા દિશા પટેલે પોતાનો સંશોધન કાર્ય, સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર ના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર ડૉ.આશિષ મહેતા ના માર્ગદર્શન હેઠળ કર્યો હતો. “A study of foreign direct investment flows and its impact on industrial development in Gujarat”. વિષય પર મહાન નિબંધ રજૂ કરવામાં આવતા તેમને પી.એચ.ડી. ની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. ડૉ. દિશા પટેલ ને SVIT પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી ડૉ. દિશા પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here