
યાત્રાળુઓને ગેરકાયદેસર રીતે પરિવહન કરવા બદલ 7 જણને જેલની સજા જ્યારે 2 નો દેશનિકાલ કરાયો
રિયાધ(સાઉદી અરેબિયા) તા. 01 ઓગષ્ટ -20
સાઉદી અરેબિયા હજ મંત્રાલયે અગાઉ 19 જુલાઈના રોજ હજ સૂરકક્ષાને સંબંધિત જાહેરનામું બહાર પડ્યું હતું જેમાં ગેરકાયદેસર પરિવહન કરનાર ચાલક અને હાજીઓને દંડની સખ્ત સજા કરવાની જોગવાઈઓ હતી. સાઉદી અરબમાં મોટા ભાગના પરિવહન માટેના Driver વિદેશના હોય છે. જો આવા લોકો જોગવાઈનો ભંગ કરશે તો તેમની વિઝા આજીવન માટે રદ કરવામાં આવશે અને ક્યારેય સાઉદીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તથા જેલની સજા પણ ફટકારવામાં આવશે. આમ, અગાઉથી જ ગેરકાયદેસર પરિવહન કરનાર ચાલક વિરુદ્ધની જોગવાઈ સાઉદી હજ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાઉદી અરબે હાજીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યના ભાગરૂપે આવા સુરક્ષાના કડક નિયમો બનાવ્યા છે.
SPA ના અહેવાલ મુજબ ગઈકાલે 1 ઓગષ્ટના રોજ આ નિયમ ભંગ કરવા બદલ 7 જણને ભારે દંડ સાથે જેલની સજા ફટકારવામાં આવી જ્યારે અન્ય 2 જણનો દેશ નિકાલ કરવામાં આવ્યો છે. તેઓ ત્રણ વાહનોમાં 17 યાત્રાળુઓને કોઈપણ જાતની હજ પરમીટ વગર હજ માટે ગેરકાયદેસર પરિવહન કરાવતા હતા તે દરમ્યાન સુરક્ષા દળો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના વાહન પણ જપ્ત કરવામાં આવ્યા.
સાઉદી પ્રેસ એજન્સી(SPA) ના એહવાલ મુજબ સાઉદી ડાયરેક્ટર ઓફ પાસપોર્ટ દ્વારા દંડાત્મક પગલા લેતા 1,70,000 દંડ અને 105 દિવસની સજા પણ ફટકારી છે. કસૂરવારમાં 2 જણ વિદેશી પણ છે, તેથી સંબંધિત સજાનો સામનો કર્યા પછી આ 2 વ્યક્તિઓનો દેશનિકાલ કરવામાં આવશે. જ્યારે કેટલાક કસૂરવારને 15 દિવસ જેલની સજાની સાથે 10,000 થી લઈને 40,000 રિયલ સુધીનો દંડ ફટકાર્યો.
આમ, કોરોનાવાયરસના ડર કારણે સલામત “મર્યાદિત” હજ થાય તેના માટે રવિવારના અંત સુધી આ રીતના યાત્રીઓના ગેરકાયદેસર પરિવહનનનો પ્રતિબંધ કાયમ રહેશે.