પોઝિટિવ આવેલ યુવાન સુરતના એસીપી ઈ ડિવિઝન પોલીસ મથકમાં હેડ પોલીસ કોન્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના ૫ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા.
ઇમરાન પઠાણ
શહેર(પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગત રવિવારના રોજ શહેરા તાલુકાના વાઘજીપુર ગામના ૩૨ વર્ષીય યુવાનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પોઝિટિવ આવેલ દેવેન્દ્ર દલપત પરમાર નામનો યુવાન સુરત ખાતે આવેલ એસીપી ઈ ડીવીઝન પોલીસ મથકમાં હેડ કોન્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને ગત ૨૩ જુલાઈના રોજ સુરત ખાતેથી પોતાના વતન વાઘજીપુર ખાતે આવ્યો હતો, ત્યારે તેને શરદી ખાસીના લક્ષણો જણાતા શનિવારના રોજ ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવતા ગઈ કાલે રવિવારના રોજ દેવેન્દ્ર પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દેવેન્દ્ર પરમારનો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિતના તંત્રએ વાઘજીપુર ગામના પરમાર ફળિયામાં જઈને તે વિસ્તારના લોકોની આરોગ્ય તપાસણી કરી પોઝિટિવ આવેલ પોઝિટિવ આવેલ યુવાનના પરિવારના ૫ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, સાથે જ યુવાન સંપર્કમાં અન્ય કોણ કોણ આવ્યું હતું તેની તપાસ કરી તેઓને પણ તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ કરવામાં આવશે.