ધી સર્વોદય સહકારી બેન્ક લી. મોડાસાએ પોતાની મેધરજ શાખામાં આજરોજ નવીન ATM મશીનનું ઉદઘાટન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ધી સર્વોદય સહકારી બેન્ક લી. મોડાસાએ પોતાની મેધરજ શાખામાં આજરોજ નવીન ATM મશીનનું ઉદઘાટન બેન્કના ચેરમેન ઈકબાલહુસેન જી. ઇપ્રોલીયા ના વરદ હસ્તે કર્યું। બૅન્કના ATM મશીન માં કોઈ પણ બેન્કના
ડેબિટકાર્ડ નો ઉપયોગ કરી શકાશે. બેન્કના ચેરમેનશ્રી ઈકબાલહુસેન જી. ઇપ્રોલીયા બેન્કની શાખા મેઘરજ ગામમાં
પણ દરેક ડિજીટલ સુવિધાઓ આપી પોતાના ગ્રાહકો તથા વેપારીઓમાં ડિઝિટલ ટેક્નોલોજી ની સાથે સાથે ગ્રાહક સુરક્ષા જળવાય રહે તેવો સંદેશ આપી બે વર્ષમાં મેઘરજ શાખાએ અદભૂત સફળતા હાંસલ કરેલ છે તે બદલ બેન્કના
ગ્રાહકો,ગામવાસીઓ,વેપારીઓ અને સભાસદો નો આભાર વ્યક્ત કરી બેન્કની દરેક સુવિધા નો લાભ લેવા અપીલ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here