શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચારણની પસંદગી કરવામાં આવી..

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રાષ્ટ્રીય મતદાર દિવસના ઉપલક્ષમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી પસંદગી

રાજ્ય કક્ષાના ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની-૨૦૨૨ની વર્ચુઅલ ઉજવણીમાં માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ,ગુજરાત રાજ્ય દ્વારા છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચારણને Best District Election Officer નો Award એનાયત કરી શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામા આવતા સમગ્ર વહીવટી તંત્ર તરફથી અભિનંદનની વર્ષા કરવામા આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૫મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામા આવે છે. સમગ્ર દેશમાં કરવામા આવતી ઉજવણી દરમિયાન ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદી સુધારણા, મતદાર જાગૃતિ તેમજ અન્ય ચૂંટણીલક્ષી કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીની ચૂંટણી પંચ દ્વારા નોંધ લેવામાં આવી છે. જેના ફળ સ્વરૂપે જીલ્લા કલેક્ટર સુશ્રી. સ્તુતિ ચારણની શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી પંચ દ્વારા પસંદગી કરવામાં આવી છે. જીલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચારણને બેસ્ટ ઈલેક્ટરોલ પ્રેક્ટિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જીલ્લા કલેક્ટર સુશ્રી. સ્તુતિ ચારણની શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવતાં સમગ્ર વહીવટી તંત્રમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. સમગ્ર વહીવટી તંત્ર તરફથી સુશ્રી. સ્તુતિ ચારણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here