ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પદ્મનાભ માર્કેટિંગ અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ મિલ પર આકસ્મિક રીતે તોલમાપ વિભાગના દરોડા…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા શહેરમાં તાજેતરમાં જ ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પદ્મનાભ માર્કેટિંગ અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ મિલ પર આકસ્મિક રીતે તોલમાપ વિભાગ દ્વારા દરોડા પાડયા હતા જેમાં વજન કાંટા નિયત સમયમાં વેરીફાઈ કરાવેલ ન હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે ગ્રોસ વજનમાં પણ ગેરરીતિઓ આચરાયાનુ બહાર આવ્યું હતું જે ઘટનાની શાહી પણ સુકાઇ નથી ત્યાં આજે ડીસાના રિસાલા બજારમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડયા હતા જે દરોડાથી તેલનાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
રિસાલા બજારમાં આવેલી જતીન ટ્રેડર્સની દુકાનમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા બ્રાન્ડેડ તેલના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને દસથી વધુ સિમ્બોલ વાળા માર્કના સેમ્પલ લેવાયા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં ડીસાના ભેળસેળીયા તેલીયા રાજાઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા જ્યારે બાકીના તેલીયા રાજાઓ પણ આ દરોડાના પગલે ‌ફફડી ઉઠ્યા હતા જોકે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ દરમિયાન શું કાર્યવાહી હાથ ધરવામાં આવી તે અંગે મિડિયા સમક્ષ માહિતી ન અપાઇ હોવાનું મિડિયા દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here