નસવાડી પોલીસે વિદેશી દારૂ સહિતના ૨૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી પોલીસે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો છે નસવાડી તાલુકા ની નજીક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદ લાગતી હોવાથી ઘણી વાર દારૂની હેરાફેરી થતી હોય છે તેને રોકવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહેછે જેમાં નસવાડી પોલીસ સ્ટાફ સાથે પી એસ આઈ ડી એચ વાઘેલા પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નસવાડી નવા બસ સ્ટેન્ડ પાસે કથ્થઈ કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેરી એક ઈસમ વાદળી કાળા કલરના થેલામા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્થળ પર તપાસ કરતા કુલ નાની મોટી બોટલ નંગ ૧૩૫ ની કુલ કિંમત રૂપિયા ૨૮,૨૫૦/- પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી અંકુશભાઈ દિનેશભાઈ મોરી ઉ.વર્ષ ૨૧ રહે ચીખલી(ગેદા) તા. સોઢવા જી.અલીરાજપુર(મધ્ય પ્રદેશ) ને પકડી પાડેલ છે આમ નસવાડી પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here