અરવલ્લી : રૂહીઁન સલીમભાઈ સાબલિયાએ MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી મુસ્લિમ સમાજ સહિત સમગ્ર નગરનું નામ રોશન કર્યું..

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજના અત્યાધુનિક સમયમાં પણ અમુક લોકો દીકરીઓને ભણાવવામાં સંકોચ અનુભવી પોતાની રૂઢિચુસ્ત માનસિકતાનો ચિતાર આપતા હોય છે, જ્યારે કે આજના મોર્ડન યુગમાં દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષની સમકક્ષ ખભેથી ખભો મેળવી ઉન્નતિના શિખરો પાર કરતી હોવાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે.. જેનું એક જીવંત ઉદાહરણ મોડાસા નગરની રૂહીઁન સલીમભાઈ સાબલિયા છે..

રૂહીઁન સલીમભાઈ સાબલિયાએ નાનપણ થીજ શિક્ષણ ને પોતાનો ધ્યેય બનાવી લીધો હતો, અને તેણીના જનેતા એવા માતા પિતાએ પણ પોતાની દીકરીને ભણાવવાની નેમ લીધી હતી.. જેના પરિણામ રૂપે આજે રૂહીઁનને અથાગ મહેનત અને પરિશ્રમ ના ફળ સ્વરૂપે MBBS ની ડીગ્રી મળી છે.. જેથી નગરના સભ્ય નાગરિકો સહિત તેઓની ફેમિલી તથા સમાજનુ નામ રોશન કરવા બદલ સમાજનો દરેક માણસ રૂહિનને અભિનંદન પાઠવે છે. અને વધુ સમાજના બાળકો દિન અને દુનિયાની તાલીમ પ્રાપ્ત કરી પોતાનું , માતાપિતાનું, ઘર પરિવારનું તેમજ સમાજનું નામ રોશન કરે એવી કલમ કી સરકાર પરિવાર દિલથી દુઆ કરે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here