નસવાડીની ફર્સ્ટ સ્ટેપ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા પ્રિ-પ્રાઇમરીના SR. KG. બાળકોનુ ગ્રેજ્યુએશન સેરેમ‌ની ની ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તારીખ :- ૦૬/૦૪/૨૦૨૪ ને શનિવાર ના રોજ નસવાડી ગ્રામ પંચાયતમાં First Steps International School દ્રારા ગ્રેજ્યુએશન સેરેમ‌ની ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં First Steps International School ના સેજલ પંચાલ‌ મેડમે જણાવ્યું હતું કે દર વર્ષે પ્રિ-પ્રાઇમરીના બાળકોનું શિક્ષણ પૂર્ણ થવા પર પ્રિ-પ્રાઇમરીના બાળકોનુ ગ્રેજ્યુએશન સેરેમ‌ની આયોજન કરવામાં આવે છે. નિયમિત શિક્ષણ પ્રથમ ધોરણથી શરૂ થાય છે. આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ તેમનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો.
કાર્યક્રમનું ઉદ્દઘાટન કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ડી.એફ પરમાર સર અને D.S.O.દિનેશભાઇ ભીલ સર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. મુખ્ય મહેમાન શ્રી ડી.એફ પરમાર સર, દિનેશભાઇ ભીલ સર, દ્વારા બાળકોનું સન્માન કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શાળા ના સ્ટાફ જયેશભાઈ પંચાલ,જાનકી મેમ, નીમીષા મેમ,વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્કૃતિ પંચાલ અને ધારા પટેલે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here