પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિહારથી વિખૂટા પડેલા મુક બધિર મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

સખી વન સ્ટોપ સેન્ટર,નારી સંરક્ષણ કેન્દ્ર,ડી.એલ.એસ.એ.ગોધરા તથા જામુંઈના સંયુકત પ્રયાસો થકી મહિલાને મળ્યો પોતાનો પરિવાર

પંચમહાલ જીલ્લાની જીલ્લા અદાલત ગોધરા ખાતે આવેલ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગોધરાની કચેરી દ્વારા વિવિધ કાયદાકીય સેવાઓ પ્રદાન કરાય છે. તારીખ ૨૯/૦૨/૨૦૨૪ના રોજ રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી એક અજાણી મુક બધીર સ્ત્રી પોલીસને મળી આવેલ હતા. જેમને સખી વન સ્ટોપ સેન્ટર,ગોધરા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તારીખ ૧૬.૦૩.૨૦૨૪ના રોજ નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરામાં પ્રવેશ આપવામાં આવેલ સદર બહેનશ્રી મુક બધીર હોવાથી વાતચીત કરી શકતી નહોતી, તેઓનું અગાઉ આધાર કાર્ડ કઢાવેલ હતું જેના આધારે તેમના ફીંગર પ્રિન્ટના આધારે તેમનું નામ તથા સરનામું કઢાવેલ તેમનું નામ તથા સરનામું બહાર પાડવામાં આવેલ નથી.જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગોધરાની કચેરી દ્વારા બિહાર ખાતે આવેલ જામુંઈ જીલ્લાના ફુલ ટાઈમ સેક્રેટરી ડી.એલ.એસ.એ.નો સંપર્ક સાધી બહેનની વિગત આપી તેમના કુટુંબીજનોની શોધ કરવામાં આવી હતી.

આખરે સખી વન સ્ટોપ સેન્ટર ગોધરા, નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરા,ડી.એલ.એસ.એ.ગોધરા તથા ડી.એલ.એસ.એ. જામુંઈના સંયુકત પ્રયાસોથી સદર મુક બધીર બહેનનું તેમના પરીવાર સાથે સફળ મિલન કરાવ્યું હતું.આ સાથે તેમના પરીવારની ઓળખની કલેકટરશ્રી ગોધરાની રૂબરુ ખાતરી કરાવ્યા બાદ મીલન કરવામાં આવ્યું હતું.મહિલાનું પરિવાર સાથે મિલન થતા પરિવારે પંચમહાલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ એક અખબારી યાદીમા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here