જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિઓની સમીક્ષા કરાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે આજરોજ ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં તથા જિલ્લામાં નિમાયેલા નિરીક્ષકશ્રીઓની ઉપસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિઓની સમીક્ષા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ.પી.કે.ડામોર સહિત CISF,CRPF અને SRP ગ્રુપના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here