રાજ્ય મા સહુથી વધુ મતદાન નર્મદા જીલ્લા ની ડેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર નોંધાયું

રાજપીપળા, બ(નર્મદા)/આશિક પઠાણ :-

ભરૂચ લોકસભા બેઠક માં સમાવિષ્ટ ડેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર 83.95 ટકા મતદાન

છોટાઉદેપુર લોકસભા બેઠક મા સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા બેઠક ઉપર 72.96 ટકા મતદાન

નર્મદા જિલ્લામાં સરેરાશ 78.45 ટકા જેટલું ઊંચું મતદાન – ઉમેદવારો ના ભાવી ઇ વી એમ મા સીલ

ભરૂચ લોકસભા મતવિસ્તાર અને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને નાદોદ વિધાનસભા બેઠકો પર ગતરોજ યોજાયેલ ચૂંટણીમાં નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર ફરી એકવાર રાજ્યમાં સૌથી વધુ મતદાન કરી મતદારોએ લોકશાહીની પ્રક્રિયાને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર રાજ્યમાં સૌથી વધુ 83.95 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું.

સમગ્ર રાજ્યની 25 લોકસભા વિધાનસભા ઉપર ગતરોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ સમગ્ર રાજ્યનું મતદાન 59.51 ટકા જેટલો નોંધાતા મતદારોમાં ઉત્સાહની ઉણપ રાજ્ય ભર મા જોવા મળી હતી, ત્યારે નર્મદા જિલ્લા જેવા આદિવાસી વસ્તી ધરાવતા પછાત વિસ્તારમાં મતદારો એ ભારે ઉમંગ અને ઉત્સાહ દાખવી મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા બેઠક મા સમાવિષ્ટ મતવિસ્તાર માં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, વહેલી સવારથી જ મતદારો ની લાંબી લાંબી કતારો આદિવાસી વિસ્તારોમાં જોવા મળી હતી, મતદારો એ મતદાનની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં ભાગ લઈ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મતદાન કરવાની સિદ્ધિ નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા એ પ્રાપ્ત કરી છે. ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર 83.95 ટકા જેટલો ઊંચો મતદાન નોંધાયું હતું, જે રાજ્યની કોઈપણ વિધાનસભા બેઠક ઉપર નોંધાયેલા મતદાનની ટકાવારીમાં સૌથી વધુ હોવાનુ મનાઈ રહ્યું છે. ભરૂચ લોકસભા મત વિસ્તારની કુલ ટકાવારીની વાત કરીએ તો ભરૂચ લોકસભા મત વિસ્તારમાં 68.75 ટકા જેટલું મતદાન નોંધાયેલ છે.

આ સાથે જ નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તાર કે જેનો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ થાય છે એ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં ગતરોજ હાથ ધરાયેલ ચૂંટણીમાં 72.96 ટકા જેટલું મતદાન થયું હતું. આ સાથે જો નર્મદા જિલ્લાની સરેરાશ ટકાવારીની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 78.45 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું. છોટાઉદેપુર લોકસભા ની બેઠક પર 67.78 ટકા જેટલુ મતદાન નોંધાયેલ છે.

મતદારોએ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન તરફથી સંયુક્ત રીતે ચૂંટણી લડતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતુ, જ્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા અને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા વચ્ચે ચૂંટણી બંધાવ્યું હતું મતદારોએ ગતરોજ મતદાન કરી ઉમેદવારોના ભાવિ ઇ.વી.એમ. માં સીલ કર્યા છે. 4 થી જુને મતગણતરી હાથ ધરાતા શું પરિણામ આવશે તેના પર હવે સૌની નજર મંડાયેલી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here