26 બેઠકો જીતી ગુજરાતમાં ભાજપાની હેટ્રિક કે ક્ષત્રિયો નો પડકાર ???

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્યની તમામે તમામ 26 લોકસભા બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે કે કેમ??

મોંઘવારી, બેરોજગારી કે પેપરલીક જેવા મુદ્દા મોદીની લોકપ્રિયતા સામે કેટલા કારગર

ગુજરાતમાં 2014માં અને 2019માં ભાજપા એ 26માંથી 26 બેઠકો જીતી હતી પણ શું ભાજપા લોકસભા 2024 ની ચૂંટણીમાં પણ 26માંથી 26 લોકસભા બેઠક મેળવી શકશે? જૂના આંકડાઓ શું કહી રહ્યા છે અને અત્યારના ડેટા મુજબ શું લાગી રહ્યું છે? એના ઉપર એક નજર કરીએ.

ગુજરાતમાં ભાજપની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે એમાં જો કોઈ ભાજપની વ્યક્તિ કે ભાજપના નેતાને પેટમાં તેલ રેડાવું ના જોઈયે, જો કોઈના પેટમા દુખતું હોય તો તે પણ માનશે જ કે નરેન્દ્ર મોદીના કારણે જ 26 માંથી 26 બેઠકો મળી હતી. ગુજરાતમાં ભાજપ આટલું સારું પ્રદર્શન કરી રહ્યો છે તો ભાજપ પાસે અખતરો કરવાની તાકાત છે કે વર્તમાન સાંસદોને હટાવી દે કારણ પણ સ્પષ્ટ છે કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મતદારોમાં કોઈ જ અણગમો નથી હા કેટલાક સાંસદો પોતાની કામગીરીમાં નિષ્ફળ નિવડ્યા હોય અને તેમના માટે એન્ટી ઇનકંબન્સી નો પાર્ટીને ભય લાગતા તેમને પુનઃ ઉમેદવાર ન બનાવ્યા હોય અને નવા સાંસદોને ઉતારે અને એવું થયું પણ ખરું. આ નવા ચહેરાઓ પણ સારી લીડથી જીતશે એવું ભાજપના એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે “સરદાર નો અવાજ” અખબાર ને જણાવ્યું હતું.

ગુજરાત માં તમામે તમામ 26 લોકસભા બેઠક જીતી ભાજપા ની
હેટ્રીક થાય કે નહીં તે સમજવા થોડું ઈતિહાસમાં જવું પડશે. આજથી 10 વર્ષ પાછળ જઈએ તો 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીને શક્તિ આપવા ગુજરાતે સ્વયંભૂ મતદાન કરીને ગુજરાતના નરેન્દ્રભાઈને દિલ્હી મોકલ્યા હતા. ગુજરાતમાં ત્યારે એટલો હરખ હતો કે નરેન્દ્રભાઈ દિલ્હી જઈ રહ્યા છે, વાસ્તવમાં ગુજરાતી નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બની રહ્યા છે એ હરખ વધારે હતો. તે સમયે ગુજરાત માટે આ પહેલી ઘટના હતી કે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો કોઈ પક્ષને મળી હોય. તેના પહેલા 1984માં કોંગ્રેસ પાર્ટી ને 24 બેઠકો મળી હતી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. એ સમય ગાળામાં ખામ ( KHAM) ની થિયરી એરાજનીતિ પર ભારી પડી હતી, ત્યાર પછી કોંગ્રેસની બેઠકો ગુજરાતમાં ઘટવા લાગી. 2004 અને 2009માં ગુજરાતને અનુક્રમે 12 અને 11 લોકસભા બેઠકો મળી હતી. પછી 2014 અને 2019 દરમ્યાન ગુજરાતમાં ભાજપને બે વાર 26માંથી 26 બેઠકો મળી.

ટૂંકમાં કોંગ્રેસને 2014 અને 2019માં એક પણ લોકસભા બેઠક નહોતી મળી. 2022ની વિધાનસભા ચૂંટણીની પણ વાત કરીએ તો સમસ્યાઓ ઘણી બધી હતી. પેપર લીક જેવા મુદ્દાઓ ગુજરાતમાં સળગી રહ્યા હતા. મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાઓ ચોખ્ખા નજરે આવી રહ્યા હતા છતાં ડિસેમ્બર 2022માં ગુજરાતે 182 લોકસભા બેઠકોમાંથી ભાજપને ઐતિહાસિક 156 વિધાનસભા બેઠકો આપી. ટૂંકમાં ગુજરાતમાં કોંગ્રેસના સૂંપડાં સાફ થઈ ગયા. ગુજરામાં 2009 પછી પહેલીવાર કોંગ્રેસ અમુક મતવિસ્તારોમાં લડત આપી રહી છે. ગઠબંધનના ભાગરૂપે, કોંગ્રેસે તેના સહયોગી આમ આદમી પાર્ટીને બે બેઠકો આપી છે. કોંગ્રેસે પોતાના ખાતામાં 24 લોકસભા બેઠકો રાખી હતી. જ્યારે ભાજપે 26માંથી 26 લોકસભા બેઠકો જીતવાની વાત પહેલા સામે રાખી હતી પણ ક્ષત્રિય આંદોલન અને તમામ સમાજના વિરોધ પછી ભાજપે 26માંથી 26 કે 5 લાખની લીડથી જીતીશું એ મુદ્દો બાજુએ રાખી દીધો.

સુરત બેઠક ભાજપ બિનહરીફ જીત્યા બાદ હવે ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર ગઈ કાલે 7મી મેના રોજ મતદાન થઈ ગયું. એમાં હવે શું થશે એ જોવાનું રહેશે. ભાજપને ત્રીજીવાર 26માંથી 26 બેઠકો મળશે કે કોંગ્રેસ 2009 જેવી લડત આપશે એ જોવાનું રહેશે. આ સમજવા જૂના આંકડાઓ જોઈએ તો 2014 અને 2019માં ભાજપે 59.45% અને 62.21% વોટ શેર નોંધાવ્યો હતો. કોંગ્રેસનો વોટ શેર 1984માં 53%થી ઘટવા લાગ્યો. 2004 અને 2009ના કોંગ્રેસનો વોટશેર અનુક્રમે 43% અને 44% થયો હતો. 2014 અને 2019માં કોંગ્રેસ પર ભાજપની લીડ અનુક્રમે 26% અને 30% થઈ ગઈ હતી. 2019માંગુજરાત એ ચાર રાજ્યોમાંનું એક હતું જ્યાં ભાજપે 50%થી વધુ વોટ શેર સાથે તમામ બેઠકો જીતી હતી. બાકી હવે હેટ્રીક થશે કે કેમ એ તો 4 જૂનના પરિણામો નક્કી કરશે કે ગુજરાત પીએમ મોદીને સમર્થન આપવાનું ચાલુ રાખે છે કે નહીં. ગુજરાત સ્થિત મનોવૈજ્ઞાનિકોના મતે, ભાજપ ફરીથી તમામ 26 બેઠકો જીતવા માટે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here