નસવાડી તાલુકાના ખેંદા ગામે કાચા રસ્તામાં જિલ્લા કલેકટરની ગાડી ફસાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના કુપ્પા ગામે પાણી પુરવઠા યોજનાનું કામ પ્રગતિમાં હોય નિરીક્ષણ કરવા માટે જિલ્લા કલેકટર ગયા હતા ત્યાં કાચા રસ્તા હોવાના કારણે કલેકટરની ગાડી ઢાળ ન ચડી શકી અને આખરે ગ્રામજનો મદદે આવ્યા હતા જે કુપ્પા જુથ પાણી પુરવઠા યોજના ત્યાસી કરોડના ખર્ચે મંજૂર થઈ છે જેના લીધે ડુંગર વિસ્તારના નસવાડી તાલુકાના ૭૦ અને કવાંટ તાલુકાના ૨ આમ કુલ ૭૨ જેટલા ગામોને ફિલ્ટર પીવાનું પાણી મળશે રસ્તાને રિસર્ફેશ કરવા માટે ફાઈલ પ્રગતિમાં છે એ સારી બાબત છે પરંતુ ગ્રામજન ના જણાવ્યા મુજબ ૨૦૨૧ મા પણ જિલ્લા વિકાસ અધિકારી આવ્યા હતા અને વિશ્વાસ પણ આપી ગયા હતા કે રસ્તો બનાવીશું પણ આજે ૨૦૨૪ ચાલી રહી છે છતા પણ રસ્તો જૈસે થે પરિસ્થિતિમાં છે કેટલીક વાર અધિકારીઓની ગાડીઓ આ રસ્તા પર ફસાય છે પરંતુ આજદિન સુધી અમારા ગામના રસ્તાનો કોઈ વિકાસ થયો નથી અને આ વર્ષે પણ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ની ગાડી કાચા રસ્તાના કારણે ફસાઈ હતી અને સ્થાનિક લોકોએ ટ્રેકટર ની મદદ થી ટોચન કરી ખેંચવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here