નસવાડી મુખ્ય બજારમાં 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી નગરમાં અવાર નવાર ટ્રાફિક ની સમસ્યા વધતી જાય છે આનું કારણ એજ છે કે લોકો આડેધડ બાઈક પાર્ક કરતા હોય છે અને જે ટ્રાફિક જવાનો વતી હટાવવામાં આવેછે પણ બાઈક સવારો પર આની કોઈ અસર જોવા મળતી નથી અને બાઈક સવારો ગમે ત્યાં પાર્કિંગ કરતા હોય છે અને પોલીસ દ્વારા આના પર ધ્યાન લેવાય એવી નગરજનોમાં ચર્ચા સાંભળવા મળી છે અને આજનો જમાનો હાઈ સ્પીડ નો જમાનો છે તો આવા દોર માં લોકો અનેક જગ્યાએ ભટકાતા હોય છે અને સરકારે 108 ની સુવિધા આપી છે જેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેછે અને જ્યારે ઇમરજન્સી હોય છે તો પણ ટ્રાફિક હટવાનું નામ નથી લેતુ અને ટ્રાફિક જવાનો એમની કામગીરી કારતાજ હોય છે પરંતુ એ કામગીરીને લોકો સમજતા જ નથી અને આડેધડ પાર્કિંગ ને લઈ આવા બનાવો સર્જાતા હોય છે અને ટ્રાફિક જવાનોને કડક થવાની જરૂર નસવાડી માં લાગી રહી છે કે આવી ઇમરજન્સી સેવાઓ જે ચાલે છે તેમને અગવડ પડે છે અને વાહન ચાલકોને પણ તખલીફ પડતી હોય છે અને આ બધી સમસ્યા પાર્કિંગ ના કારણે થતી હોય છે અને ટ્રાફીક જવાનો ની પણ થોડી બેદરકારી જોવા મળી રહી છે જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે ટ્રાફીક જવાનો એ કડક થવાની જરૂર ઉભી થઈ છે જ્યાં સુધી ટ્રાફિક જવાનો કડક નઈ થાય ત્યાં સુધી ટ્રાફિક નો જે પ્રશ્ન છે એ હલ થવાનો નથી એવી લોક ચર્ચાઓ થઈ રહી છે અને પોલીસ તંત્ર પણ આ ટ્રાફિક બાબતે કડક થાય એવી નસવાડી નગર માં ચર્ચાઓ એ જોર પકડ્યુ છે જે વારંવાર ટ્રાફિકની સમસ્યા થી ઇમરજન્સી વાહનો ટ્રાફિકમાં અટવાતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here