નસવાડી નુરાની જામા મસ્જિદ ખાતે ઈફ્તારથી લઈ શહેરી સુધીનુ આયોજન કરાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રમઝાનના પવિત્ર મહિનામા ૨૭ રાતના રોજ લોકો મોટી સંખ્યામાં ઈબાદત કરવા માટે આવતા હોય છે તેને લઈ નમાઝીઓ માટે ખુબ સરસ ઈફ્તાર અને શહેરી નું આયોજન કરવામાં આવ્યુ હતુ ઈફ્તાર થી શહેરી સુધીના કાર્યક્રમ મા પહેલા ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી ત્યારબાદ રાતના ૧૨ થી ૧ વાગ્યા સુધીમાં ચા નાસ્તો તથા તરબુચ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ અને તમામ નમાઝી ભાઈઓએ આખી રાત ઈબાદત કરી હતી અને સવારે શહેરી કરાવવામાં આવી હતી

નસવાડી નુરાની જામા મસ્જિદ ખાતે કેટલાક વર્ષોથી રમઝાન માસ ના છેલ્લા ૧૦ દિવસ તરાવીહ પછી ન્યાઝ નુ આયોજન કરવામા આવે છે આ આયોજન સમાજના વડીલો થકી કરવામાં આવેછે જેમા ઈરફાનભાઈ લકીવલા, ઈદ્રીસભાઈ અજીતવાલા,સિરાજભાઈ માસ્તર, અનવરભાઈ ઘંટોલીવાલા ,આસિફભાઈ ગરડેશ્વરવાલા વગેરે લોકો આ ન્યાઝ ના કાર્યમાં ભાગ લેય છે અને રોજ અલગ અલગ મેનુ પ્રમાણે ન્યાઝ ત કરવામા આવેછે અને નમાઝીઓ ભરપેટ ન્યાઝ નો લુત્ફ ઉઠાવી આનંદ લેય છે આમ નસવાડી નુરાની જામા મસ્જિદ ખાતે આયોજન કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here