નાંદોદ તાલુકામાં આવાસ યોજનાના નાણાં મેળવવા અરજદારોને ધરમના ધક્કા

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

તાલુકા પંચાયત દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મા નાણાં જમા કરાવ્યા પરંતુ અરજદારો તપાસ કરતા નાણાં જમા થયા નથી નુ બેન્ક નુ ફરમાન

15 મી માર્ચ ના રોજ જમા થયેલ નાણાં હજુ સુધી ગરીબ આદિવાસી અરજદારો ને કેમ મળતા નથી???

નાંદોદ તાલુકામાં આવાસ યોજનાના અમલીકરણ બાબત નાણાં ની ફાળવણી મા અરજદારો પોતાના આવાસ યોજના માં મંજૂર થયા બાદ નાણાં મેળવવા માટે બેન્ક સહિત તાલુકા પંચાયત કચેરી ના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે, પંચાયત દ્વારા માર્ચ મહિનામાં નાણાં જે તે અરજદાર લાભાર્થી ઓનાં ખાતા મા જમા કરાવ્યા હોવાનું જણાવવામાં આવે છે પરંતુ બેન્ક મા તપાસ કરવા જતા લાભાર્થીઓ ના ખાતા મા નાણાં જમા થયા નહોય ને લાભાર્થીઓ અટવાઈ રહ્યા છે.

સરકાર ની આવાસ યોજનાના લાભો ગરીબ વર્ગ ના લોકો ને આપવામા આવે છે ત્યારે નાંદોદ તાલુકાના આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના આવાસ મંજુર થયા છતાં નાણાં તેમને મળતા નથી!!!! અરજદારો તાલુકા પંચાયત કચેરી સહિત બેન્ક ના ધક્કા ખાઈ રહયા છે, પંચાયત દ્વારા જણાવવામાં આવે છે કે તમારા બેન્ક એકાઉન્ટ માં 15 ની માર્ચ 2023 નાં રોંજ નાણાં જમા થઈ ગયા છે, પરંતુ આ નાણાં મેળવવા માટે અરજદાર જ્યારે બેન્ક માં જાય છે તો બેન્ક એકાઉન્ટ માં નાણાં જમા જ થયા નથી નુ અરજદારો ને કેહવામાં આવે છે!!! તાલુકા પંચાયત કચેરી દ્વારા તો અરજદાર ને કોમ્પ્યુટર માં તેના ખાતા મા નાણાં જમા કરાવ્યા છે નુ સ્ટેટમેન્ટ પણ બતાવવામા આવે છે ટી પછી બેન્ક દ્વારા નાણાં કેમ આપવામા આવતાં નથી??? અને જો નાણાં તાલુકા પંચાયત કચેરી દ્વારા જમા કરાવ્યા નથી તો આ નાણાં ગયા કયા???? હાલ આવાસ યોજનાના લાભાર્થીઓ અટવાઈ રહયા છે આ સમસ્યા નું ઉકેલ આવે એ દિશા માં નર્મદા જીલ્લા કલેકટર સહિત જીલ્લા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી હાલના સમય ની માંગ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here