નાંદોદ વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાં પાંચ ઉમેદવારો મેદાનમા…

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

મુખ્ય હરીફાઈ ભાજપા, કૉંગ્રેસ અને અપક્ષ વચ્ચે

આમ આદમી પાર્ટી અને BTP કોઇ નો ખેલ બગાડવા માટે સક્ષમ પુરવાર થાય છે કે કેમ તે જોવું રહ્યું

નાંદોદ વિધાનસભા ની ચુંટણી 1લી ડિસેમ્બર ના રોજ યોજાનાર છે ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી ના મેદાન મા બાકી રહેતા બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ થયું છે, ચાર રાજકિય પક્ષો સહિત એક અપક્ષ વચચે ચૂંટણી ની જંગ જામશે. જેમાં ભાજપા અને કાઁગ્રેસ વચચે ની ટકકર મા ભાજપા સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવતા હર્ષદ વસાવા પણ એક સબળ દાવેદાર તરીકે ઉપસી આવ્યા છે,અને ભારે જન સમર્થન મેળવી રહ્યા છે. જોકે આ તમામ પાસાઓ વચ્ચે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા સહિત રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા પણ મેદાન મા હોય ને તીન પત્તી ની બાજી રમનાર A ખેલાડીઓ કોઈ નું પણ ગણિત બગાડી અને સુધારી શકવાની ક્ષમતા ધરાવે છે.
હાલ તો પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જેઓ આ મુજબ છે.

1) ડો. દર્શનાબેન ચંદુભાઈ દેશમુખ ( ભાજપા)
2) હરેશ જયંતીભાઈ વસાવા ( કાઁગ્રેસ)
3) ડૉ. પ્રફુલ દેવજીભાઈ વસાવા ( આમ આદમી પાર્ટી)
4) મહેશભાઈ સરાદભાઈ વસાવા ( BTP)
5) હર્ષદભાઈ ચુનીલાલ વસાવા ( અપક્ષ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here