નર્મદા જીલ્લા એલ. સી. બી. પોલીસે 33.43 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા હાઇ-વે પર કન્ટેનરમાં સપ્લાય થતો દારૂ ઝડપી રાજસ્થાન ના ટ્રક ચાલકને ઝડપી પાડયો

દારૂના વેપલા નાં તાર છેક રાજસ્થાન સુધી જોડાયા હોય બે રાજસ્થાન ના બૂટલેગરો વોન્ટેડ – પોલીસે ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા

૭૫૦ મી. લી. ની 6706 બોટલો સાથે ટ્રક મળી કુલ 43 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા માટેની કડક સુચના નાં પગલે જીલ્લામાં દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી પ્રોહીબીશનના કેસો કરવાની સુચના જીલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબે તરફથી હોય ને જેના અનુસંધાને જે.બી. ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા નાઓને બાતમી મળેલ કે સાગબારા તરફથી ઇગ્લીશ દારૂ ભરેલ એક આઇસર કન્ટેનર આવી રહ્યું છે, જેથી પોલીસે પોતાની વોચ ગોઠવી હતી.

નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિદેશી દારૂનો જથ્થો આવતું હોવાની ચોક્કસ બાતમી હોય ને પો.ઇન્સ.એલ.સી.બી.નાઓએ બી.જી.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ જવાનો ને જાણ કરતા ડેડીયાપાડા થી સાગબારા તરફ જતા હાઇ-વે ઉપર બાતમી વાળું આઇસર કન્ટેનર ગંગાપુર ગામ પાસે આવતા તેને રોકી આઇસર કન્ટેનરની તપાસ કરતાં ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલિસે વિદેશી
દારૂની બોટલો નંગ-૬૭૦૬ કિ.રૂ. ૩૩,૪૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં મેકડોલ નંબર 1 વ્હિસ્કી ની 4494 બોટલો તેમજ રોયલ ગ્રીન રિચ વ્હિસ્કી ની 2212 બોટલો પોલીસ ને મળી આવેલ હતી. એ સાથે આઇસર ટ્રક તેમજ મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ 43 .59 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આઇસર કન્ટેનર ચાલક બલવંતરામ અદુરામ ડારા બિશ્નોઇ રહે. બીજી કી ધાની, ગુડાહેમા ગાવ તા.ચેતલવાના જી.સાંચોર (જાલોર) રાજસ્થાન નાને પ્રોહીબીશનના કામે પકડી ગુના ના કામ માં ડેડીયાપાડા પોલીસ મથક માં સોંપવામાં આવ્યો છે.આ સાથે ડ્રાઇવર ની પુછપરછ કરતા આ વિદેશી દારૂ ના વેપલા સાથે રાજસ્થાન ના બે ભાઈઓ જોડાયેલ હોય ગીગારામ મસરારામ પ્રજાપતિ અને માંગીલાલ મસરારામ પ્રજાપતિ બન્ને રહે. હાથી કા તલા, જિલ્લો બાડમેર રાજસ્થાન ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here