નાંદોદ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા ઉપર ભાજપાના અનેક દબાણ છતાં ઉમેદવારી માટે અડીખમ રહયા

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

આજરોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નાંદોદ વિધાનસભા માટે પાંચ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ

ભાજપા કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને BTP નાં ઉમેદવારો સાથે એકમાત્ર માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા ની જ અપક્ષ ઉમેદવારી

પોતાની ઉમેદવારી સામે કાર્યકરો માં અસમંજસ નો અંત આવતા જામશે ખરાખરીના જંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માં પ્રથમ ચરણ ની ઉમેદવારી ફોર્મ ખેંચવાની આજરોજ આંતિમ તારીખ હોય ને ભાજપા સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજ્ય સરકાર ના માજી સંસદિય સચિવ હર્ષદ વસાવા ની ઉમેદવારી સામે તેમનાં ટેકેદારો કાર્યકર સહિત નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મતદારો માં અનેક અટકળો વહેતી થઈ હતી, શું હર્ષદ વસાવા પોતાની ઉમેદવારી પરત ખેંચવાના છે??તેમનાં પર જે રાજકિય દબાણ આવી રહ્યું છે શું તેઓ તેને વસ થશે ?? ની ચર્ચાઓ ભારે ચર્ચાસ્પદ બનેલ હતી ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ દિવસ હોય તેમજ ચિન્હ પણ ફાળવવામાં આવેલ હોય ને હર્ષદ વસાવા મક્કમ રહ્યા હતા અને કોઈના પણ દાબ દબાણ માં આવ્યા વિના તેઓનાં હજારો સમર્થકો a તેમનાં પર મુકેલ વિશ્વાસ ને કાયમ રાખ્યો હતો,

આજરોજ ચિન્હ ફાળવવાનો પણ દિવસ હોય ને નાંદોદ વિધાનસભા બેઠક માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો ને પ્રતિક ની ફાડવાની સહિત ક્રમાંક ની ફાળવણી કરવામાં આવી હતી,જેમાં રાજકિય પક્ષો ભાજપા , કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી ને તેમના રાષ્ટ્રિય પ્રતીકો ફાળવવામાં આવ્યા હતા, ભારતિય ટ્રાઈબલ પાર્ટી ના ઉમેદવાર ને રિક્ષા પ્રતિક ફાળવવામાં આવેલ,જ્યારે નાંદોદ વિધાનસભા ની ચુંટણી લડતા એક માત્ર અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા ને કપ રકાબી ના પ્રતિક ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

નાંદોદ વિધાનસભા ની ચુંટણીમાં અનુક્રમ નંબર ની વાત કરીએ તો ભાજપા ના ઉમેદવાર ડૉ દર્શનાબેન દેશમુખ પ્રથમ ક્રમાંક, બીજા ક્રમાંકે કૉંગ્રેસ ના હરેશ જયંતીભાઈ વસાવા ત્રીજા ક્રમાંકે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ડૉ. પ્રફુલ્લ વસાવા, ચોથા ક્રમાંકે ભારતિય ટ્રાઈબલ પાર્ટી ના ઉમેદવાર મહેશભાઈ સરાદ ભાઇ વસાવા અને પાંચમા નંબરે હર્ષદ ભાઇ ચુનીલાલ વસાવા ના નામનો સમાવેશ થાય છે.

આમ આજરોજ ભજપાં સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે ની પોતાનાં ભારે જન સમર્થન સાથે ઉમેદવારી કરનાર માજી સંસદિય સચિવ હર્ષદ વસાવા એ પોતાની ઉમેદવારી ચાલુજ રાખતા અનેક અટકળો નો અંત આવતા તેમનાં ટેકેદારો કાર્યકરો માં ભારે આનંદ ફેલાયેલો જૉવા મળ્યો હતો, ભાજપા ના ઘણા જુના જોગીઓ અને કાર્યકરો તો હવે ખરાખરીના જંગ જામશે નું કહેતા જૉવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here