નાંદોદ વિધાનસભાના કૉંગ્રેસના યુવા ઉમેદવાર હરેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા કચેરી એ પહોંચેલા હરેશ વસાવા ને ઠેર ઠેર ભારે જન સમર્થન

ધારાસભ્ય પી ડી વસાવા ની સુચક ગેરહાજરી થી અનેક તર્ક વિતર્કો

રાજ્ય વિધાનસભા ની ચુંટણીમાં પ્રથમ ચરણ ની ચુંટણી માટે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવવા માટે નો આજરોજ છેલ્લો હોય ને ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકિય પક્ષો ના ઉમેદવારો માં હોડ જામી હતી, કૉંગ્રેસ ના યુવા ઉમેદવાર હરેશ વસાવા એ પણ આજરોજ પોતાનાં ભારે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવાની અને પોતાનાં શક્તિ પ્રદર્શન કરવાની જાણે કે હોડ જામી હતી,હરેશ વસાવા પણ પોતાનાં હજારો સમર્થકો સાથે ઢોલ નગારા વગાડતા ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જોકે તેમનાં લાવ લશ્કર મા જેમનું પત્તું કપાયું એ કૉંગ્રેસ ના પીઢ કોંગ્રેસી આગેવાન અને નેતા સમા ધારાસભ્ય પી ડી વસાવા ની ગેરહાજરી સહુને આંખે ઉડીને વળગે એવી હતી !!!! જેથી હવે શું ધારાસભ્ય પી ડી વસાવા કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપા માં જોડાશે કે રાજકિય નિવૃત્તિ લેશે ની ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.

જોકે હરેશ વસાવા સાથે ગુજરાત કૉંગ્રેસ મંત્રી પ્રફુલ પટેલ, જીલ્લા પ્રમુખ હરેશ વાળંદ, સહેર પ્રમુખ પ્રિતેશ પટેલ, માંલવ બારોટ, દેવળિયા ના સરપંચ રાજુ ભીલ, ઠાકોર યાવરખાં દાયમાં, રણજીત તડવી, નિલેશ વસાવા સહિત ના આગેવાનો જોડાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here