ધી નાદોદ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ કોટન સેલની ચુંટણી યોજાઈ

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

ચેરમેન તરીકે પુર્વ મંત્રી, શબ્દશરણ તડવી બિનહરીફ વિજેતા જાહેર

નર્મદા જિલ્લાના ના નાંદોદ તાલુકાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ જીન કંપાઉન્ડ માની ધી નાદોદ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ કોટન સેલ સોસાયટી લિ. ની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

ધી નાદોદ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ કોટન સેલ સોસાયટી લિ. ચુંટણી માં ચેરમેન તરીકે ગુજરાત રાજ્ય સરકાર ના પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ચંદુભાઈ પટેલ ની બિનહરિફ જાહેરાત કરાઈ હતી, તેઓની સામે કોઈએ જ ઉમેદવારી ન નોધાવતા ચૂંટણી અધિકારી એ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here