નસવાડી નગરમાં બે નાળા વચ્ચે રોડ ઘણા સમય થી બન્યો છે પણ હજુ પણ ધારો ઉંચી હોવાના કારણે વાહન ચાલકોમાં રોષ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

અગાવ પણ મૌખિક રજૂઆતો થઈ છે પણ પથ્થર પર પાણી જેવી સ્થિતિ

નસવાડી નગરમાં બે નાળા વચ્ચેનો રોડ બન્યે લગભગ મહિનો થવા આવ્યો છે પણ તંત્ર હજુ નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન નથી આપતું એવી લોક ચર્ચાઓ નસવાડી ટાઉનમાં ચાલી રહીછે કરણ કે રોડ બન્યે આટલા વખતમાં તો તંત્ર ધારે એ કરી શકેછે પરંતુ જેનું જે થવું હોય તે થાય એમ તંત્રને લાગી રહ્યું છે દિવસના રોડ ની ધારો જોઈ શકાય છે પરંતુ રાતના સમયે તકલીફ પડેછે અને જે લોકોના ઘરો રોડ નજીક આવેલા છે એમને પણ પોતાની બાઇકો ઉતારવા ચઢાવવાની મુશ્કેલી પડેછે હવે જો આ બાબતે ધ્યાન નહીં અપાય તો બે નાળા વચ્ચે રહેતા રહીશો ઉગ્ર રજુઆત કરવાના છે એવી ચર્ચાઓ નસવાડી નગરમાં વાયુ વેગે ફેલાય રહીછે લોકોના જણાવ્યા મુજબ રોડ બન્યો એ શારી બાબત છે કોઈ વાંધો વિરોધ નથી પરંતુ વ્યવસ્થિત રીતે જે ધારો છે એને સ્લોપ આપવાની જરૂર જણાઇ રહી છે લોકો નું કહેવું છે કે રોડ બનાવ્યા પરંતુ ડુંગર જેવી ધારો રહેવા દીધી છે તેનું કારણ શું? ઘણી વાર બાઈક ચાલકો આ ઉંચી ધારો હોવાના કારણે નાના નાના બાળકોને બેસાડી ને મુસાફરી કરેછે તે પડ્યા છે અને પોતાના પરિવાર સાથે નીકળેલા બાઈક સવારો પણ પડ્યા છે શારૂ છે કોઈ મોટી ઇજાઓ પોહચી નથી તો તંત્ર શું કોઈ મોટી ઇજા પોહચે એની રાહ જોઈ રહ્યુ છે તેવી ચર્ચાઓ નસવાડી નગરમાં લોક મુખે સાંભળવા મળી રહી છે તો તંત્રને જાણ થાય કે વહેલી તકે આ ડુંગર જેવી ધારો છોડી ગયા છે તેને પુરી વ્યવસ્થિત સ્લોપ આપી સરખી કરવા લોકોની માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here