શહેરા તાલુકાની શાળાઓમાં 15390 એટલે 27 % વિદ્યાર્થીઓ ઓફ લાઈન શિક્ષણ માટે પ્રથમ દિવસે હાજર રહ્યા…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના પરિપત્ર ક્રમાંક પી.આર.આઈ./112020/192931/ક (પાર્ટ – 1) સચિવાલય, ગાંધીનગર તા.05.02.2022 થી મળેલ સૂચના અન્વયે શહેરા તાલુકાની તમામ બોર્ડની સરકારી-ખાનગી અને અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જે On line શિક્ષણ શરૂ હતું. પરંતુ શિક્ષણ વિભાગની સૂચના અન્વયે હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ મળેલ સૂચના અન્વયે ધો.1 થી 9 માં On line શિક્ષણ સાથે સાથે શાળાઓમાં Off line શિક્ષણની પણ આજથી શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે નવી સુરેલી ક્લસ્ટરની ટાંડી મુવાડા પ્રા.શાળાની મુલાકાત દરમિયાન કોવિડ – 19 ની ગાઈડલાઈન તેમજ શૈક્ષણિક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાના જણાવ્યા પ્રમાણે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના 9437 તેમજ માધ્યમિક શાળાઓના 5953 વિદ્યાર્થીઓ હાજર રહી Of line શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણ પરિવાર દ્વારા તમામ શાળાઓમાં શિક્ષણ વિભાગના તા.07.01.2022 ના પરિપત્રની અન્ય જોગવાઈઓ યથાવત રાખી તેમજ સરકારશ્રી દ્વારા કોવિડ – 19 સંબંધિત પ્રસિદ્ધ કરવામાં આવતી વખતો-વખતની SOP નું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ટાંડી મુવાડા પ્રા.શાળાના આચાર્ય અમિત શર્મા તેમજ શિક્ષકો SOP ની ગાઈડલાઈન તેમજ શૈક્ષણિક કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. Off line શિક્ષણ શરૂ થતાં ગામડાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ શાળાઓમાં કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી રહી હતી. શિક્ષકો દ્વારા કરવામાં આવતી વર્તમાન સમયે Online તેમજ Off line શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક કામગીરી બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here