નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર વેબિનાર કાર્યક્રમનું આયોજન

ગોધરા(પંચમહાલ),

ભારત સરકારના ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય, ગોધરા દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર વેબિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડમાં વિશેષજ્ઞ તરીકે કાર્યરત શ્રી રાકેશ જૈને જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તે આવકારદાયક છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત એવા શ્રી હરેન્દ્રસિંહ સિંઘાએ સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ને રોજગારલક્ષી ગણાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા ગોધરા કાર્યાલયના પ્રમુખશ્રી શાહે જણાવ્યું કે આવા વેબિનાર કાર્યક્રમનું આયોજન કરવાથી દેશનો ગ્લોબલ શિક્ષણ ઈન્ડેક્સનું સ્તર ઉપર આવશે અને લોકો નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે પોતાનું યોગદાન આપશે. આ કાર્યક્રમને લોકોએ આ કાર્યક્રમને લોકોએ સાર્વત્રિક આવકાર આપતા સરકારની નવી શિક્ષણ નીતિને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here