ડભોઇ પોલીસની કામગીરી પ્રશંસાને આંબી… લાપતા થયેલગ બાળકને ગણતરીના કલાકોમા શોધી કાઢ્યો…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગતરોજ ડભોઇ પો.સ્ટે વિસ્તારના ડભોઇ પટેલ વાગા, સુંદર મહોલ્લામા રહેતો એક બાળક નામે પરમકુમાર મિનેશકુમાર સુરતી ઉ.વ.૧૩ તેના માતાપિતા ને કહ્યા વગર ઘરેથી તા.૦૬/૦૨/૨૦૨૨ બપોરે 4.30 થી 5 વાગ્યા દરમિયાન કોઈ ને કહ્યા વગર ઘરે થી નીકળી ગયેલ હોય અને તે પરત ઘરે નહી આવતા તેના માતાપિતા એ આજુ બાજુ માં તપાસ કરતાં તે મળી આવેલ ન હોય જેથી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સદર બાળકનુ વર્ણન કરી તેનો ફોટો બતાવ્યો હતો. જે અંગે ગંભીરતા દાખવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એ.જી.પરમાર નાઓએ ડભોઇ પો.સ્ટે.ના અિધકારી પો.સ.ઇ.એચ.એમ.વાઘેલા તથા વુ.પો.સ.ઇ. ડી.કે .પંડ્યા નાઓને તત્કાલીક પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી ડભોઇ પો.સ્ટે.વિસ્તારમા તપાસ કરવા સુચના આપેલ તથા સોશીયલ મીડીયાના માધ્યમથી ગુમ બાળકના ફોટાની પ્રસિદ્ધિ કરવામા આવેલ તથા આ બાબતે કોઇ હકીકત મળી આવ્યેથી ડભોઇ પો સ્ટે.ને જાણ કરવા જણાવેલ તથા ડભોઇ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફને ડભોઇ ટાઉન વિસ્તાર ના CCTV ચેક કરવા જણાવતા ઉપરોકત વર્ણન વાળો છોકરો ડભોઇ શિનોર ચોકડીથી શિનોર રોડ ઉપર ચાલતો ગયેલ હોવાની હકીકત જણાઇ આવતા પો.સ્ટે.ના માણસોની ટીમોને ડભોઇ શિનોર રોડ ઉપર આવેલ આજુ બાજુ ના ગામડામા બાળકની તપાસ કરવા જણાવેલ ત્યાર બાદ હ્યુમન સોર્સીસ થી જાણવા મળેલ કે ગુમ બાળક ડભોઇ થી નજીક આવેલ ગામડી ગામે હોવાનુ જાણવા મળેલ છે જેથી પોલીસના માણસો સાથે ગામડી ગામે તપાસ કરતા સદર ગુમ બાળક પરમકુમાર મિનેશકુમાર સુરતી મળી આવતા ડભોઇ પો.સ્ટે. લઇ આવી,
તેની પુછપરછ કરતા કોઇ ગુનાહીત હકીકત જણાઇ આવેલ ન હોઇ જેથી સદર બાળકના માતા પિતાને પો.સ્ટે. બોલાવી તેઓને આ બાળક પરત સોપવામાં આવ્યો હતો.આમ ગણતરી ના કલાકો માં ગુમ બાળક ને શોધી લેનાર પોલીસ સ્ટાફ ની ડભોઇ નગરજનો એ સરાહના કરી હતી.સાથે જ બાળક ના માતા પિતા એ તમામ પોલીસ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here