નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકો માટે 4,61,017 મતદારો મતદાન કરસે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકશાહી લોકતંત્રના પર્વ માં મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા નર્મદા જિલ્લા કલેકટરનો અનુરોધ

લોકસભાની ચૂંટણીઓ નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ — નર્મદા કલેકટર શ્વેતા તેવટીયા

દર બે કલાકે મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવશે

ગુજરાત ની 25 લોકસભા બેઠકો ઉપર આવતીકાલે ચૂંટણીઓ યોજવાની છે ત્યારે છોટાઉદેપુર અને લોક અને ભરૂચ લોકસભા બેઠક માં સમાવિષ્ટ નર્મદા જિલ્લાની નાદોદ વિધાનસભા મત વિસ્તાર અને ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માં શાંતિપૂર્ણ અને સોહાર્દ ભર્યા માહોલમાં મતદારો મતદાન કરે અને ચૂંટણીઓ યોજાય એ માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજજ છે નું નર્મદા જિલ્લા કલેકટરે આજરોજ પત્રકારો સાથે ની વાતચીતમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું.

નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવટીયા એ પત્રકારો સાથેના વાર્તાલાપમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 4,61,000 થી વધુ મતદારો નોંધાયેલા છે આ મતદારો આવતીકાલે જિલ્લાના 616 મતદાન મથકો ઉપર મતદાન કરશે મતદાન કરવાની તમામ પ્રક્રિયાને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે નું પત્રકારો સાથેની વાતચીત માં જણવ્યું હતું. વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે મતદારો નિર્ભિકપણે અને મોટા પ્રમાણમાં મતદાન કરે એ માટે વોટર્સ અવેરનેસ કાર્યક્રમ જિલ્લામાં વિવિધ સ્થળો પર હાથ ધરાયેલ હતા. લોકોમાં મતદાન કરવાનું અવેરનેસ આવે એ માટે મીડિયા તંત્ર પણ સારી ભૂમિકા ભજવી હોવાથી નર્મદા કલેકટરે મીડિયા કર્મીઓ ની કામગિરી ની પ્રશંસા કરી હતી, નર્મદા જિલ્લાના મતદારો પોતાના નામ કયા મતદાન કેન્દ્રો ઉપર નોંધાયેલા છે અને તેમના અનુક્રમ નંબર શું છે તેની સ્લીપો નું વિતરણ વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યો હોવાનું જણાવી મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરવા નર્મદા કલેકટરે અપીલ કરી હતી.

નર્મદા જિલ્લામાં મોડલ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હોવાનો નર્મદા કલેક્ટર અને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા ટેવાતિયા એ જણાવી કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા નગર ખાતે જંગલ સફારી ની થીમ ઉપર મતદાન મથક બનાવવામાં આવ્યું છે જે મતદારોમાં અનેરુ આકર્ષણ ઊભું કરશે, આ ઉપરાંત ડેડીયાપાડા તાલુકા મા ટ્રાઇબલ થીમ ઉપર મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જે મતદારોમાં આકર્ષણ ઊભું કરી વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે મતદારોને પ્રોત્સાહિત કરશે.

નર્મદા જિલ્લામાં આવતીકાલે યોજાનાર ભરૂચ અને લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નાદોદ વિધાનસભા અને ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં થયેલ મતદાનની ટકાવારી દર બે કલાકે પાંચ પ્લોટ માં જાહેર કરવામાં આવશે નું નર્મદા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ પત્રકારોના વાર્તાલાપમાં જણાવ્યું હતું.

નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુનંબે એ નર્મદા જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હોય મતદારો નિર્ભયક પણે કોઈપણ જાતના ભયભીના પોતાનો મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવશે નું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here