પુન: વેપાર શરૂ કરવાની તૈયારીઓ…. દાહોદમાં દબાણમાં બચેલી દુકાનોમાં 25 દિવસે થાળે પડવાનો વેપારીઓનો પ્રયાસ

દાહોદ, સાગર કડકિયા :-

વીજ મીટર મળતાં દુકાન ખોલવાની તૈયારી : શોપિંગ સેન્ટરની મજબૂતી માટે દીવાલો ચણાઇ

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત નવા રસ્તા બનાવવા માટે તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. તેમાં 264થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી હતી. જેમાં સ્ટેશન રોડ ઉપર સર્વે નંબર 18 અને 86 પાલિકાના પ્લોટમાં હોવાથી અહીંના શોપિંગ સેન્ટર બચી ગયા હતાં. જોકે, આ બંને શોપિંગ સેન્ટરના પણ આગળના ઝુકાટ જેસીબીથી તોડવામાં આવ્યા હતા. અહીંની કેટલીક દુકાનો પણ દૂર કરવામાં આવી હતી.

આ બંને શોપિંગ સેન્ટરમાં ફરીથી કરાર કરવા માટે નગર પાલિકા દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યો છે. ત્યારે બચેલી દુકાનોમાં પુન: વીજ મીટર મળી જતાં હવે 25 દિવસ બાદ બચી ગયેલી દુકાનોમાં વેપારીઓ પુન: વેપાર શરૂ કરવાની તૈયારીઓમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે. જેસીબીના પાવડા વાગ્યા હોવાથી શોપિંગ સેન્ટર નબળુ બન્યુ હોવાની આશંકાના પગલે સર્વે નંબર 18 વાળી દુકાનોમાં મજબુતી માટે પ્રથમ માળની દુકાનોને દિવાલથી ચણી દેવાઇ હોવાનું જોવા મળી રહ્યું છે. ઉપરના માળે કઇ રીતે ચઢાશે તે મુંઝવણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here