ડભોઇ શહેર ભાજપાના કાર્યકરો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગે વેપારીઓને સમજ અપાઈ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ને યાદગાર બનાવવા તેમજ તા 7-10-2021 ના રોજ નરેન્દ્ર મોદી ના વહીવટ ના સુશાસન ના 20 વર્ષ પુરા તથા હોઈ આ ત્રણ સપ્તાહ દરમિયાન ડભોઇ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભા.જ.પા ના આદેશ અનુસાર ધારા સભ્ય સૈલેશ ભાઈ મહેતા ના નેતૃત્વ હેઠળ સેવા અને સમર્પણ કાર્યક્રમ હેઠળ 21દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.જે અંતર્ગત પ્રથમ ચરણ માં ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદરો કાર્યકરો દ્વારા ડભોઇ ના ટાવર ચોક થી લઇ હીરા ભાગોળ સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા અંગે ના કાર્યક્રમ હેઠળ ડભોઇ નગર ના લોકો અને વેપારીઓ ને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા સમજાવવા માં આવ્યા હતા.જ્યારે આજ રોજ બીજા ચરણ માં કંસારા બજાર થી લઇ ડેપો રોડ પર આવેલ રાધે સોપીંગ સેન્ટર સુધીના વેપારીઓ ને અને પોતે પણ તમામ હોદ્દેદારો તથા કાર્યકરો એ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા શપથ લેવડાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સિંગલ યુઝ પ્લાસ્ટક ખૂબ જ હાનિકારક હોવા થી સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ લોકો બંધ કરે તે હેતુ થી ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજી સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા શપથ લીધા હતા અને લોકો ને પણ ઉપયોગ નહિ કરવા સમજાવ્યા હતા.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના વંદન પંડ્યા,વેપારી સેલના કનવિનર રમાકાંત કંસારા કાલીભાઈ સિંધી, ઐયુબભાઈ તાઈ, જમાલ જે. કે, હીનાબેન ભટ્ટ, લીનાબેન કંસારા કપિલાબેન વસાવા તેમજ જીલ્લા મહામંત્રી છાયાબેન ગુપ્તા તેમજ અન્ય હોદ્દેદારો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here