મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં અને ઉદયપુરના હિરણનગરી મા લોકો સાથે છેતરપિંડી આચરતો આરોપી રાજ કૌશિકકુમાર પંડ્યા રહેવાસી. માલપુર રોડ .મોડાસા છેલ્લા સાત એક મહિનાથી નાસ્તો ફરતો હતો.
જેને મોડાસા ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તેને તેના માલપુર રોડ ઉપર આવેલા કેસરકુંજ ફ્લેટ નં 4 માંથી ઝડપી લીધો હતો.
આરોપી રાજ પંડ્યાને ઝડપી લઇ મોડાસા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.