નસવાડી : સાંકડીબારી ગામે ‘ખ્રિસ્તી મિશનરી’ના કાર્યક્રમને રોકવા વી.એચ.પી.અને બજરંગદળ તાલુકા સેવા સદન પહોંચ્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જો આ કાર્યક્રમને રોકવામાં નહી આવે તો વી.એચ.પી અને બજરંગદળ ના 2000 થી વધુ કાર્યકરો રામધૂન અને હનુમાન ચાલીશા કરશે ની ચીમકી

નસવાડી તાલુકાના સાંકડીબારી ગામે ધર્માતર ને રોકવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના 200 થી વધુ કાર્યકરો નસવાડી સેવાસદન ખાતે આવી પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ અને અગાવ પણ સંતો મહંતો દ્વારા પણ આવેદન આપવામાં આવ્યુ હતુ અને ખ્રિસ્તી મિશનરી કાર્યક્રમમાં સમાયંતરે કાર્યક્રમની વાત કરવામાં આવતા તંગદિલી થવાની શકયતા છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો એ જાહેરાત કરી છે કે જો આ કાર્યક્રમને બંધ રાખવામાં નહી આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના 2000 થી વધુ કાર્યકરો રામધૂન અને હનુમાન ચાલીશા નો કાર્યક્રમ કરશે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરોએ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે નર્મદાના સામે કિનારે મહારાષ્ટ્ર થી ખ્રિસ્તીઓ બોટ દ્વારા આવી આદિવાસીઓને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના જણાવ્યા પ્રમાણે તા.9/5/2022 ના રોજ સાંકડીબારી ગામે ‘ખ્રિસ્તી માં નવુ જીવન’ નો કાર્યક્રમ મેળો રાખવામાં આવેલ છે એને રોકવા અમે મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ છે અને અમારા આદિવાસી સમાજને ધર્મપરિવર્તન થી બચાવવા માટે અમે આવેદનપત્ર પઠવ્યુ છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો જેમાં વિશાલભાઈ જયસ્વાલ તથા લાલા મહારાજ તથા જશુભાઈ ભીલ વગેરે બસ્સો જેટલા કાર્યકરો એ આવેદનપત્ર આપ્યુ હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here