કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ માં રાજુભા વાધેલા (પત્રકાર)નું આકસ્મિક નિધન…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ક્ષેત્રે અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રીય ભૂમિકા નિભાવી ને કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપુત ક્ષત્રિય મંડળ માં પણ મંત્રી તરિકે સેવા આપી હતી જેમાં ગ્રામ વિકાસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી તરિકે સેવા આપી હતી ત્યારે તારીખ ૭/૫/૨૦૨૨ ને શનિવાર ના રોજ બપોરે અચાનક દુઃખદ ઘટના બની હતી જેમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉકટર શ્રી એ મૃત જાહેર કર્યા હતા ત્યારે સમગ્ર પરીવાર ઉપર આભ ફાટ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા અને પરીવાર ના દુઃખ અને સુખમાં હમેશાં આકોલી દરબાર ગઢ ના વાઘેલા દરબારો હરહંમેશ સાથે જ રહે છે ત્યારે સમગ્ર ગામના વડીલો યુવાનો અને આજુબાજુ ના લોકો મોટી સંખ્યામાં રજૂભા વાઘેલા ની અંતિમયાત્રા માં જોડાયા હતા.”ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે એ કહેવત પ્રમાણે ભગવાન ના ચરણોમાં સમર્પિત જીવન દીપ બુઝાઈ ગયો. આદરણીય સ્વર્ગસ્થ વાઘેલા રજુભા ભગવાનસિંહજી ના આત્મા ને ભગવાન ચિર શાન્તિ આપે અને પરીવાર ઉપર આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના લી. કનુભા ભગવાનસિંહ(ભાઈ. પંચાયત સભ્ય) હેમુભા ભગવાનસિંહ(ભાઈ. પત્રકાર) મહેન્દ્રસિંહ ભગવાનસિંહ વાઘેલા (શિક્ષક) વાઘેલા સરતાનસિંહ નાઢાજી (મોટા બાપુજી) બકૂભા વાઘેલા. કાંતુભા વાઘેલા. અરુણસિંહ વાઘેલા. કિર્તીસિંહ વાઘેલા. કનુંભા વાઘેલા (ભગત) સર્વે શોકાતુર પરીવાર પૃથ્વીસિંહ રાજુભા (પુત્ર) વિપુલસિંહ. નમનસિંહ . ક્રિષ્નપાલસિંહ. રુદ્રસિંહ. સૂરજસિંહ. દશુભા વાઘેલા પરીવાર આકોલી દરબાર ગઢ ઓમ્ શાંતિ શાંતિ શાંતિ ભગવાન સ્વ. રજુભા ભગવાનસિંહજી ના આત્મા ને ચિર શાન્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. ભગવાનને ગમ્યું તે ખરું. બેસણું સમાજના રીતરિવાજ મુજબ તારીખ ૧૩/૭/૨૦૨૨ ના રોજ આકોલી દરબાર ગઢ કચેરી ખાતે રાખેલ છે..સોમ. ગુરુવાર . શુક્રવાર ઓમ્ શાંતિ શાંતિ શાંતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here