ડભોઈની ૬ વર્ષની જીયાબાનુએ જીવનનો પહેલો રોજો રાખી ઇબાદત કરી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ નો મહિનો ચાલી રહ્યો છે જે હવે છેલ્લા ત્રણ કે ચાર રોજા બાકી રહ્યા છે તેમા ડભોઈ ગામની એક નાનકડી છ વર્ષની દીકરીએ રોજો રાખ્યો હતો જે આયશા બાનુ ઇરફાનભાઈ મિરઝા ની દિકરી છે જેણે ૧૪ કલાક નો રોજો હોય છે તે રાખી ઇબાદત કરી હતી આટલી કાળઝાળ ગરમીમાં આ નાનકડી દીકરીએ રોજો રાખી એક ઉદાહરણ પુરૂ પાળ્યુ છે જે મોટા માણસો નથી કરી સકતા તે આ નાની દીકરીએ કર્યું છે અને આ દીકરીએ રોજો રાખી દેશ દુનિયા અને પરિવાર માટે ખુબ દુઆઓ કરી હતી અને સહ પરિવાર આ દિકરી સાથે રોજો ઇફ્તાર કર્યો હતો અને રોજો ઇફ્તાર કરાવી વધામણાં કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here