નસવાડી : ભગવાનપુરા ગામે પાણીનો પ્રશ્ન વર્ષોથી હલ ન થતા તાલુકા પંચાયત ખાતે મહિલાઓ એ માટલા ફોડ્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પાણી ના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો છોટાઉદેપુર જઈ જિલ્લા પંચાયત ખાતે વિરોધ કરીશું-ગ્રામજનો

નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામે વર્ષોથી પાણી નો પ્રશ્ન છે અને એનો આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી જેને લઈ ગ્રામજનો રોષે ભરાયા છે અને ભગવાનપુરા ગામના રહીશો એ વારંવાર સ્થાની વહીવટીતંત્ર ને રજૂઆતો કરી છે પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એમ ગ્રામજનોનું કહેવું છે અને ગામના સરપંચને પણ વારંવાર મૌખિક રજૂઆતો કરી છે પરંતુ સરપંચ ઘોર નિંદ્રામાંથી બહાર ન આવતા મહિલાઓ ઉશ્કેરાઈ નસવાડી તાલુકા પંચાયત ખાતે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો અને હાયરે સરપંચ હાય હાય ના સૂત્રોચ્ચાર કર્યા હતા હાલ ઉનાળો હોવાના કારણે પીવાના પાણી ની ખૂબ મુશ્કેલી છે અને એટલા માટે ગામલોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે સરપંચ ને રજૂઆતો કરી પરંતુ કોઈ ઉકેલ સરપંચ આજદિન સુધી લાવ્યા નથી અને ગામના સરપંચે ગામલોકોની વાત ન સાંભળી એટલા માટે મહિલાઓ તાલુકા પંચાયત ખાતે માટલા ફોડી વિરોધ કર્યો હતો ભગવાનપુરા ગામ રામપુરી જૂથ ગ્રામ પંચાયત માં આવેલુ ગામ છે અને નસવાડીથી પાંચ કિલોમીટર દૂર છે મહિલાઓ પીવાના પાણી ની સમસ્યા ને લઈ પરેશાન છે સ્થાનિક વહીવટીતંત્ર ને વારંવાર રજૂઆતો કરવાથી કોઈ નિરાકરણ આવેલ નથી અને એટલા માટે મહિલાઓ પુરુષો સાથે મળી આખુ ભગવાનપુરા ગામ નસવાડી તાલુકા પંચાયત ખાતે આવી સૂત્રોચ્ચાર કરી માટલા ફોડ્યા હતા અને ગામમાં માત્ર બે હેડપમ્પ છે એમ એક બંધ હાલતમાં છે અને બીજામાં ઓછુ પાણી આવેછે ગામ પીવાના પાણી માટે હેડપમ્પ પર નિર્ભર છે અને માણસ તો બરાબર છે પણ મૂંગા જાનવરો માટે પાણી નથી એટલા માટે ગ્રામજનો રોષે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને હજુ પણ પાણી માટે કોઈ ઉકેલ નહી આવે તો છોટાઉદેપુર જઈ જિલ્લા પંચાયત ખાતે વિરોધ કરીશુ આમ ભગવાનપુરા ના રહીશો એ જણાવ્યુ હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here