ગોધરા નગરજનોને ઘરે બેઠા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ મળી શકશે..

ગોધરા, તા-૨૮-૦૩-૨૦૨૦ શુક્રવારઃ

પ્રતિનિધિ : આરીફ યાયમન

કિરાણા એસોસિયેશન શહેરમાં વધારાનાં કોઈ ચાર્જ લીધા વગર ઘરે-ઘરે માલ સમાન ડિલીવરી કરવા સંમત પરંતુ સોસાયટી, ફળિયાનો સંયુક્ત ઓર્ડર નોંધાવવાનો રહેશે….

નોવેલ કોરાના કોવિડ-19ના સંક્રમણને ફેલાતું રોકવા સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવવા ઘર બહાર ન આવવું પડે તે હેતુથી સરકાર અને તંત્ર દ્વારા સતત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકો કિરાણા સહિતની આવશ્યક વસ્તુઓ ખરીદવા બહાર નીકળે છે ત્યારે જાણે-અજાણ્યે ભેગા થઈ સંક્રમણના ફેલાવા માટે અનુકૂળ સ્થિતિ ઉત્પન્ન કરે છે, જેને ટાળવા પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાના કિરાણા, શાકભાજી-દૂધના વિક્રેતાઓ સાથે બેઠક દરમિયાન સામાનની હોમ ડિલીવરી કરવાની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું. જેનો સાનુકૂળ પ્રતિસાદ આપતા ગોધરા શહેરના કિરાણા વેપારીઓ દ્વારા નાગરિકોને ગોધરા શહેરની હદમાં નિયત જથ્થાની કોઈપણ વધારાનો ચાર્જ લીધા વગર ડિલીવરી કરી આપવા સંમતિ દર્શાવી છે. કરિયાણા એસોશિયેશનના પ્રમુખ લીલારામ ગોધુમલ સંતાણીના જણાવ્યા અનુસાર ગોધરા નગરપાલિકાના નાગરિક પોતે જે-તે વિસ્તારમાં રહેતા હોય તે સોસાયટી, ફળિયા, ફ્લેટ વગેરેના તમામ રહીશો વતી સંયુક્ત ઓર્ડર આપીને આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકે છે. હોમ ડિલીવરી મેળવી શકાય તેવી દુકાનો અને વેપારીઓની વિગત નીચે અનુસાર છે. ગોધરાના અંકલેશ્વર મહાદેવ રોડ અને આસપાસના રહીશો લકી સ્ટોર (દિલીપજી રોહડા, મો.નં-9998545945) તેમજ શ્રી નીલકંઠ સુપરસ્ટોર (મૌલેશભાઈ પટેલ, મો.નં-9998884989), બામરોલી રોડ પર આવેલ નીનકી પ્રોવિઝન સ્ટોર (ગિરીશભાઈ જોશી, મો.નં- 9925799576), ક્રિષ્ણા સુપર સ્ટોર (જયભાઈ, મો.નં-9428363535), વસુ પ્રોવિઝન સ્ટોર (સુભાષભાઈ, મો.નં.-9427655166) તેમજ જલારામ સ્ટોર (જયેશભાઈ મકવાણા, મો.નં.-9428528306) પર ઓર્ડર નોંધાવીને ડિલીવરી મેળવી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here