નસવાડી ચારરસ્તા ખાતે હોળીના પર્વની ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ ચારરસ્તા ખાતે શ્રીજી યુવક મંડળ દ્રારા હોળી દહન માટે લાકડા એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તે લાકડાઓને ગોઠવવામાં આવ્યા હતા અને હોળી દહનના મુરત ના સમયે નિયમ પ્રમાણે હોળી દહન કરવામાં આવી હતી.
વર્ષો પરંપરાગત આ હોળીનો તહેવાર ઉજવવામાં આવેછે હોળી પ્રગટાવવાના સમયે આ વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજ બધા ભેગા મળીને પૂજા પાઠ કરવામાં આવેછે ત્યારબાદ હોળી પ્રગટાવી તમામ લોકો ચણા ધાણી અને પાણી ના લોટા સાથે સાત ફેરા ફરવામાં આવેછે અને તમામ લોકો શ્રીફળ વધેરે છે અને નૃત્ય કરી આનંદ મેળવે છે આમ ચાર રસ્તા ખાતે મસ્જિદ મંદિર જોડે આવેલુ છે અને આ પટાંગણમાં હોળી દહન કરવામાં આવે છે અને આ પ્રસંગે ચાર રસ્તા ખાતે તમામ રહેતા લોકો સાથે મળી હોળીની ઉજવણી કરવામાં આવે છે.ત્યારબાદ આ તહેવારના પાંચ દિવસ સુધી રંગ પાચમ સુધી લોકો ઘેરીયા નો વેશ ધારણ કરી ઘેર ઉઘરાવે છે જે લોક માન્યતા પ્રમાણે ઘેરીયા બનવુ એક માનતા કહેવામાં આવેછે અને પાંચ દિવસ આનંદ ઉલ્લાસ સાથે નાચ ગાન કરી ઘેર ઉઘરાવવામાં આવેછે અને પાંચમા દિવસે આ તહેવારની પુર્ણાહુતી કરવામાં આવેછે નસવાડી ચાર રસ્તા એ એક કોમી એકતાનું પ્રતીક ગણવામાં આવેછે જેમાં દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ તમામ ભેગા મળી તમામ તહેવારોની ઉજવણી સાથે રહી કરેછે જે નસવાડી મા ગર્વની બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here