રાજપીપળાની સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તાલીમાર્થી બહેનો શિક્ષિકા બની બાળકોમા સંસ્કારના સિંચન કરવા આતુર

ભરુચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે ઈનામ વિતરણ અને દ્વિતીય વર્ષની તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ યોજાઇ ગયો.

કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ’ ના સમૂહગાનથી થઈ હતી. બાદમાં કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રગટન બાદ સમૂહ પ્રાર્થના કરવામાં આવેલ. આખા વર્ષ દરમિયાન કોલેજ અને પ્રયોગશાળા વિભાગમાં યોજાયેલ વિવિધ સહ-અભ્યાસિક પ્રવુતિઓમાં વિજેતા થયેલ તાલીમાર્થીઓને સ્ટાફ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ. દ્વિતીય વર્ષની બહેનોએ સંસ્થાને ફોટો ભેટ તરીકે આપેલ. ઈનામ વિતરણ તેમજ કોલેજના અનુભવો વિશેની માહિતી દિવ્યા માછીએ સુંદર રીતે આપેલ. પ્રાસંગિક પ્રવચનમાં ઉર્વશી વસાવા એ પોતાના એક વર્ષના કોલેજ અને દ્વિતીય વર્ષની તાલીમાર્થીઓ સાથેના અનુભવો વાગોળતાં બહેનો તરફથી મળેલ સહકાર અને માર્ગદર્શનનો ઉલ્લેખ કરેલ. જ્યારે દ્વિતીય વર્ષની તાલીમાર્થી નયના બારિયાએ પોતાના બે વર્ષના કોલેજ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા અને પોતાની કેળવણી અને ઘડતર માટે સંસ્થાનો આભાર માન્યો હતો. સંસ્થાના ઇ.આચાર્ય ડો.વિમલ મકવાણાએ વિદાય લઈ રહેલી દ્વિતીય વર્ષની બહેનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી આજીવન વિધાર્થી બની સતત શિખતા રહેવાની સલાહ આપી હતી. સાથે સાથે ભવિષ્યમાં આજીવિકામાંથી થોડું-થોડું પોતાનામાં પણ રોકાણ કરવા સૂચવ્યું હતું. અંતે પ્રેમિલા વસાવા અને કૃપાલી પાટણવાડિયાએ વિદાય ગીત ગાયું હતું આ કાર્યક્રમમાં અરવિંદભાઇ પટેલ, દિલીપભાઇ, સંધ્યાબેન, શિવાનીબેન પ્રયોગશાળાના આચાર્યા ભાનુબેન, સીમાબેન, વિશાલભાઈ લુહાર, દીપમાલાબેન, રવિભાઈ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે આભારવિધિ મનીષાબેન ગૂર્જરે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ભગતે કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here